
શિલ્પા આનંદ :- શો દિલ મિલ ગયામાં શિલ્પા આનંદે રિદ્ધિમા મલિકની ભૂમિકા ભજવી હતી. આ શોમાં તેમની અને કરણ સિંહ ગ્રોવરની કેમિસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે, થોડા સમય પછી, તેમણે આ શોને અચાનક અલવિદા કહી દીધો હતો.

કરણ સિંહ ગ્રોવર :- કબુલ હૈમાં કરણ સિંહ ગ્રોવરે અસદ ખાનની ભૂમિકા ભજવી હતી. આ શો પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય થયો હતો. જો કે, કરણ સિંહ ગ્રોવરે આ શોને વચ્ચેથી અલવિદા કહી દિધો હતો. આ નિર્ણયથી ચાહકોને આંચકો લાગ્યો હતો.

રાજીવ ખંડેલવાલ :- સિરીયલ કહી તો હોગામાં રાજીવ ખંડેલવાલે સુજલની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રમાં તેમને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જો કે તેમણે પણ અચાનક જ શો છોડી દીધો હતો. ચાહકો હજી પણ સુજલના પાત્રમાં રાજીવને યાદ કરે છે.

પ્રાચી દેસાઈ :- પ્રાચી બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તેમણે પોતાના કરિયરની શરૂઆત શો કસમ સેથી કરી હતી. આ શોમાં તેમણે બાનીની ભૂમિકા ભજવી હતી. જો કે, તેમણે અચાનક ફિલ્મોમાં કામ કરવા માટે શો છોડી દીધો હતો અને ચાહકો તેનાથી દુ:ખી થયા હતા.