અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’થી લઈને ‘હોમ શાંતિ’ અને ‘થાર’, OTT પર થઈ છે રિલીઝ

આ સમયે અનિલ કપૂર (Anil Kapoor) અને તેમના પુત્ર હર્ષવર્ધન કપૂરની 'થાર'થી લઈને અમિતાભ બચ્ચનની 'ઝુંડ' સુધીની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તો કેટલીક વેબ સિરીઝ પણ છે જે OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

અમિતાભ બચ્ચનની ઝુંડથી લઈને હોમ શાંતિ અને થાર, OTT પર થઈ છે રિલીઝ
Anil Kapoor & Amitabh Bachchan Movie's OTT Release (File Photo)
| Edited By: | Updated on: May 06, 2022 | 9:43 AM

બોલિવૂડથી (Bollywood) લઈને હોલીવુડ (Hollywood) સુધી, દરેક અઠવાડિયે અનેક ફિલ્મો અને વેબ સિરીઝ (Web Series) રિલીઝ થાય છે. આવી સ્થિતિમાં, તેમના વફાદાર ચાહકો થિયેટર તરફ દોટ મૂકે છે. પરંતુ હવે ડિજિટલ યુગમાં OTT નામની સુવિધા પણ સહેલાઈથી ઉપલબ્ધ છે. આજે થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મો હવે OTT પર પણ રિલીઝ થાય છે અને ત્યાં પણ દર્શકો ઉમેરાય છે. તો OTT પર વેબસિરીઝનો હાલમાં મેળાવડો જામ્યો છે. આ વખતે અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ OTT પર રિલીઝ થઈ છે. તો સાથે જ વેબ સિરીઝ ‘હોમ શાંતિ’ પણ રિલીઝ થઈ છે.

અનિલ કપૂર અને હર્ષવર્ધનની ‘થાર’ રિલીઝ, આ ફિલ્મોનો પણ માણો આનંદ

આ સમયે અનિલ કપૂર અને તેના પુત્ર હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ‘થાર’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આજે એટલે કે 6 મેના રોજ, આ સીરિઝ OTT પર રિલીઝ થઈ રહી છે. આ સિવાય નેટફ્લિક્સ પર જ ‘ધ સર્કલ સીઝન 4’ રિલીઝ થઈ રહી છે. આ રિયાલિટી સિરીઝની અત્યાર સુધીની તમામ સિઝન ચાહકોને પસંદ આવી છે, તેથી આ સિઝન પણ ધમાકેદાર રહેવાની છે, એવું ફિલ્મ ક્રિટીક્સ દ્વારા માનવામાં આવે છે.

ડિઝની પ્લસ હોટસ્ટાર પર શું નવું જોવા મળશે ??

આજે વેબ સિરીઝ ‘હોમ શાંતિ’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. આ લાઇટ ફેમિલી ડ્રામાનું ટ્રેલર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. હવે આ સીરિઝ OTT પર રિલીઝ થઈ રહી છે. કાળઝાળ ગરમીમાં થિયેટરોમાં જઈને મુવી જોવામાં આળસ દાખવતા દર્શકો માટે આ વેબ સિરીઝ રિલીઝ ઘણી રાહતરૂપ સાબિત થશે.

થિયેટરો પછી હવે અમિતાભ OTT પર ‘ઝુંડ’ લાવ્યા છે

અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડ જાણીતા OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થઈ છે. ગત તા. 04/03/2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ સુધી વધુ દર્શકો સુધી પહોંચે તે માટે ફિલ્મને OTT પ્લેટફોર્મ G5 પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. અમિતાભ બચ્ચને પણ આ અંગે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે આ ફિલ્મની ઓનલાઇન રિલીઝ વિશે માહિતી આપી હતી.

તેમના કરોડો ચાહકોને માહિતી આપતા અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, આ ફિલ્મ 6 મેના રોજ OTT પર રિલીઝ થઈ રહી છે, આ ફિલ્મને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તો હવે અમે અહીં આવી રહ્યા છીએ. આ સિવાય એમેઝોન પ્રાઇમ પર ‘ધ વાઇલ્ડ સીઝન 2’ પણ રિલીઝ થઈ રહી છે.