BIGG BOSS-10નાં પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમનું નિધન, ત્રણ મહિના પહેલા થયા હતા કોરોનાગ્રસ્ત

|

Feb 03, 2021 | 4:30 PM

'બિગ બોસ'(BIGG BOSS-10)ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. 'બિગ બોસ'ના પૂર્વ સ્પર્ધક સ્વામી (SWAMI OM) ઓમ હવે આ દુનિયામાં નથી. સ્વામી ઓમના મૃત્યુના સમાચારથી બધા લોકો હેરાન થઇ ગયા છે. સ્વામી ઓમ ઘણા લાંબા સમયથી બીમાર હતા.

BIGG BOSS-10નાં પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમનું નિધન, ત્રણ મહિના પહેલા થયા હતા કોરોનાગ્રસ્ત

Follow us on

‘બિગ બોસ'(BIGG BOSS-10)ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ‘બિગ બોસ’ના પૂર્વ સ્પર્ધક સ્વામી (SWAMI OM) ઓમ હવે આ દુનિયામાં નથી. સ્વામી ઓમના મૃત્યુના સમાચારથી બધા લોકો હેરાન થઇ ગયા છે. સ્વામી ઓમ ઘણા લાંબા સમયથી બીમાર હતા.

નોંધનીય છે કે, ત્રણ મહિના પહેલા કોરોના થયો હતો. આ કારણે તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે તેણે કોરોના સામે જીતી ગયા હતા પરંતુ નબળાઇને કારણે તેને ચાલવામાં મુશ્કેલી આવી રહી હતી. આ પછી જ તેને લગભગ 15 દિવસ પહેલા પેરાલીસીસ થયો હતો. જેના કારણે તેનું શરીર કરતું ના હતું. આ બાદ તેની હાલત કથળી હતી.

એક મીડિયા સાથેની વાતચીતમાં સ્વામી ઓમના મિત્ર મુકેશ જૈનના પુત્ર અર્જુન જૈને તેમના મૃત્યુના સમાચારની માહિતી આપી હતી. અર્જુન જૈને કહ્યું કે સ્વામી ઓમે તેમના નિવાસસ્થાન એનસીઆરના લોનીના ડીએલએફ અંકુર વિહારમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નોંધનીય છે કે, સ્વામી ઓમ ‘બિગ બોસ’માં આવ્યા પછી તે ઘણા ચર્ચામાં રહ્યા હતા. ‘બિગ બોસ’ ના ઘરમાં લગભગ તમામ સ્પર્ધકો સાથે જોરદાર વિવાદ થયો હતો. 24 ઓગસ્ટ, 2017 ના રોજ સુપ્રીમ કોર્ટે ગોપનીયતા જેવા ગંભીર મુદ્દા પર સ્વામી ઓમ પર દસ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો.

Next Article