Fitness Goal: ફિટ રહેવા માટે Mandira Bediનો ખાસ પ્લાન, જાણો ડાઈટ પ્લાન અને રહો ફીટ એન્ડ ફાઈન

|

Feb 07, 2021 | 4:31 PM

Fitness Goal: મોટાભાગના લોકો તેમની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો બોલીવુડ સેલેબ્સ સાથે ફિટ રહેવાની પ્રેરણા લે છે

Fitness Goal: ફિટ રહેવા માટે Mandira Bediનો ખાસ પ્લાન, જાણો ડાઈટ પ્લાન અને રહો ફીટ એન્ડ ફાઈન
Mandira Bedi

Follow us on

Fitness Goal: મોટાભાગના લોકો તેમની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો બોલીવુડ સેલેબ્સ સાથે ફિટ રહેવાની પ્રેરણા લે છે.  જેમાં નામ જોડાયું છે mandir bediનું, જો કે ઘણી હસ્તીઓ તેમના ચાહકોને પણ ફિટ રહેવાની પ્રેરણા આપે છે. મલાઇકા અરોરા, બિપાશા બસુ, સલમાન ખાન, ટાઇગર શ્રોફ જેવા ઘણા કલાકારો છે જે પેેકી વાત મંદિરા બેદી વિશે.

48 વર્ષીય મંદિરાની ફીટ બોડીને જોઇને, દરેક જણ તેની ફિટનેસ માટે દિવાના છે. તે ઘણીવાર તેની ફિટનેસ વિડીયો તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે. જો તમારે ફિટ રહેવું હોય તો મંદિરા બેદી પાસેથી પ્રેરણા લઈ શકો છે.

લોકડાઉન શરૂ થયું ત્યારથી, અભિનેત્રી તેના ઇન્સ્ટાગ્રામ પર ફીટનેસ સત્રોના વિડીયો શેર કરતી રહે છે. આ સિવાય તે કસરતો વિશે પણ માહિતી આપે છે જે જીમ કરતાં ઘરે સરળતાથી કરી શકાય છે. તે હંમેશાં તેના પ્રશંસકોને ફિટ રહેવાની પ્રેરણા આપે છે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે એક સમયે 1000 સ્ક્વોટ કરતી જોવા મળી રહી છે. આ એક્સરસાઇઝ સેશન માટે અભિનેત્રીએ પ્રિંટ કરેલી સ્પોર્ટ્સ બ્રા અને મેચિંગ યોગા પેન્ટ પહેર્યા છે. તેણે વિડીયો શેર કરતાં કેપ્શન લખ્યું હતું કે, “આજે સવારે ઉઠીને મેં વિચાર્યું કે મારે આજે 1000 સ્ક્વોટ્સ કરવા છે.

 

સ્ક્વોટનાં ફાયદા

તમે કોઈપણ જગ્યાએ સ્ક્વોટ કરી શકો છો. સ્ક્વોટ કરવાથી તમારા સ્નાયુઓ અને શરીરના નીચલા ભાગને મજબૂત કરે છે. આ કરીને, તમે કેલરી બર્ન કરશો અને વજન ઘટાડશો. આ પહેલા પણ અભિનેત્રીએ અનેક ફીટનેસ વિડીયો શેર કર્યા છે.

 

ડાઈટ પ્લાન

મંદિરાને સવારના નાસ્તામાં ઇંડા, ટોસ્ટ અને કોફી પીવાનું પસંદ છે. તે સવારનો નાસ્તો ક્યારેય છોડતી નથી. સવારે ઉઠ્યા પછી, મંદિરા પહેલા બ્લેક કોફી સાથે એક ચમચી નાળિયેરનું તેલ મિક્સ કરીને પીવે છે. આ પછી, એપલ સાઈડર વિનિગર પીવે છે. મંદિરાને સવારે વર્કઆઉટ્સ કરવાનું પસંદ છે જેથી તે આખો દિવસ તાજી મનથી કામ કરી શકે. આ પછી, તે બપોરના સમયે ઘરે બનાવેલું ખોરાક લેવાનું પસંદ કરે છે. નાસ્તામાં માખાના અથવા સોયા બદામ ખાય છે.

 

અભિનેત્રીનું માનવું છે કે ફિટ રહેવામાં ક્યારેય મોડું થતું નથી. તમે કોઈપણ ઉંમરે તમારી જાતને ફીટ રાખી શકો છો.

Next Video