લાંબી રાહ જોયા બાદ અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) થિયેટરોમાં રિલીઝ થઈ છે. અક્ષયના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લારા દત્તા, હુમા કુરેશી અને વાણી કપૂર આ જાસૂસ રોમાંચક ફિલ્મમાં અક્ષયની સાથે મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. અક્ષયને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, જેના કારણે તેણે તેને OTT ને બદલે થિયેટરોમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો. હવે ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન બહાર આવ્યું છે.
પહેલા દિવસે અક્ષયની ફિલ્મ બેલ બોટમથી અપેક્ષિત કમાણી પ્રમાણે કલેક્શન થયું નથી. અહેવાલો અનુસાર, એવું માનવામાં આવતું હતું કે ફિલ્મ પહેલા દિવસે 7 કરોડ સુધીની કમાણી કરી શકે છે. પરંતુ આવું થયું નથી.
પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી
બોક્સ ઓફિસને લઈને એક ખાનગી અહેવાલ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે લગભગ 2.75 કરોડનો બિઝનેસ કર્યો છે. જોકે આ સંખ્યા ઘણી ઓછી છે. જોકે એનું કારણ સાફ છે કે કોરોનાને લઈને થીયેટરોમાં 50 ટકા દર્શક તેમજ માર્યાદિત રિલીઝના નિયમો છે. અહેવાલ અનુસાર, ફિલ્મનું કલેક્શન બપોરે 2 વાગ્યા પછી ધીમું પડી ગયું.
ઘણા શહેરો અને થિયેટરમાં સાંજે અને નાઇટ શોથી વધુ અપેક્ષા હતી પરંતુ ત્યાં પણ પણ કલેક્શન ધીમું હતું. જોકે સાફ છે કે કોરોનાના કારણે હવે થિયેટરમાં લોકો જતા ડરે છે. અને છેલ્લા દોઢ વર્ષથી દર્શકોને OTT પર જ ફિલ્મ જોવાની આદત પડી ગઈ છે.
લાંબા વીકેન્ડનો લાભ
અક્ષય કુમારે તેની ફિલ્મ બેલ બોટમ ફેસ્ટિવલ અને લાંબા વીકેન્ડના સમયે રિલીઝ કરી છે. જેનો ફાયદો આગામી દિવસોમાં તેના બોક્સ ઓફિસ કલેક્શન પર જોવા મળી શકે છે. આ સાથે રક્ષાબંધન પણ આવી રહી છે. સપ્તાહના અંતે બોક્સ ઓફિસ કલેક્શન વધવાની ધારણા છે.
બેલ બોટમની વાત કરીએ તો તેની વાર્તા હાઇજેકિંગ પર આધારિત છે. જેમાં કેટલાક આતંકવાદીઓ એક ફ્લાઇટને હાઇજેક કરે છે અને તેને અમૃતસરમાં ઉતારવામાં આવે છે. જે પછી વડા પ્રધાન ઇન્દિરા ગાંધી (લારા દત્તા) ને આ વિશે જાણ થાય છે અને એક મિશન શરૂ થાય છે. અક્ષય તેની ટીમ સાથે તે મુસાફરોને બચાવવા અને આતંકવાદીઓને પકડવા જાય છે.
આ પણ વાંચો: Arshi Khanને લોકોએ કહી ‘પાકિસ્તાની’, અભિનેત્રીએ કહ્યું- મૂળ અફઘાની છે અને હું ફક્ત હિન્દુસ્તાની છું
આ પણ વાંચો: Spotted: ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા રણબીર કપૂર, બ્લેક હુડીમાં એક્ટરનો જોવા મળ્યો સ્વેગ