જાણો કેમ રીકો અને બાદશાહે બનાવ્યું ‘બચપન કા પ્યાર’ ગીત? ગાયકે કર્યો ખુલાસો…

|

Aug 24, 2021 | 6:07 PM

તાજેતરમાં, બાદશાહ, રીકો અને આસ્થા ગિલે મળીને બચપન કા પ્યાર ગીત ચાહકોની સામે રજૂ કર્યું. ચાહકોને આ ગીત ખૂબ પસંદ છે. સોશિયલ મીડિયા પર પણ ગીત ધૂમ મચાવી રહ્યું છે.

જાણો કેમ રીકો અને બાદશાહે બનાવ્યું બચપન કા પ્યાર ગીત? ગાયકે કર્યો ખુલાસો...
Rico

Follow us on

ચાહકોની વચ્ચે, ગાયક રીકોએ પ્રખ્યાત ગીત ‘બચપન કા પ્યાર’ માં પોતાનો અવાજ આપ્યા બાદ અપાર સફળતા મેળવી છે, જે બાદશાહ, આસ્થા ગિલ અને સહદેવ દિર્દો એ પણ ગાયું છે. આ ગીતનું સંગીત હિતેન, બાદશાહ, આસ્થા ગિલ અને સિંગર રીકોએ આપ્યું છે. આ ગીત શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને યુટ્યુબ પર આ વીડિયોને 94 મિલિયન વખત જોવામાં આવ્યો છે.

જો કે, સોશિયલ મીડિયા પર આ ગીત હજુ પણ ઘણું જોવાઈ રહ્યું છે અને ચાહકોની વચ્ચે તેને પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ગીત સતત છવાયેલું છે. આ ગીત ખૂબ જ ગ્લેમર શૈલીમાં ચાહકોની સામે રજૂ કરવામાં આવ્યું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

શું છે ગીત પર રીકોનું કહેવું

ગીતની સફળતા વિશે વાત કરતા, રીકોએ કહ્યું, જ્યારે બાદશાહે વાયરલ ગીત પર ગીત બનાવવાનું આયોજન કર્યું, ત્યારે તેમણે કહ્યું, “દિલ્હીમાં અમારો એક શો હતો. શોમાં જવા પહેલા બાદશાહે મને કહ્યું, “ચાલો આ ગીત પર રીલ બનાવીએ.” અમે ગ્રીન રૂમમાં બેઠા હતા અને અમે રીલ બનાવી.

જ્યારે અમે શોમાંથી પાછા આવ્યા ત્યાં સુધીમાં રીલ ઘણી વાયરલ થઈ રહી હતી. અમને ઘણા મેસેજ મળી રહ્યા હતા કારણ કે મને પણ આમાં ટેગ કરવામાં આવ્યો હતો. અમારો વિડીયો 2 દિવસમાં વાયરલ થયો અને આ રીલ ઘણી વખત જોવામાં આવી રહી હતી, મેં બાદશાહને સૂચવ્યું “ચાલો આના પર એક વિડીયો બનાવીએ” અને બાદશાહે કહ્યું, “હા, કેમ નહીં.” તેથી, ત્યાં કોઈ નિશ્ચિત વિચાર નહોતો, તે સંયોગ હતો. અમે વીડિયો પોસ્ટ કરતા જ વીડિયો વાયરલ થયો.


વર્કફ્રન્ટની વાત કરીએ તો ગાયક રીકોએ પહેલા પણ હિટ ગીતો જેવા કે ‘તેરે બીના’ સુરલીન કૌર સાથે રજૂ કર્યા હતા. વળી, તેમનું ગીત ‘બારીશાં’ તેમની વર્સેટિલિટી દર્શાવે છે. તેમનું પ્રથમ ગીત ‘બિંગો 2’ યુટ્યુબ પર હિટ ગીત હતું. રિકો અંગ્રેજી, હિન્દી અને સ્પેનિશને સારી રીતે જાણે છે અને આ ભાષાઓને તે વધુ એક્સપ્લોર કરવા માગે છે અને તે ભાષાઓમાં ગીતો રજૂ કરવા માંગે છે. ‘બચપન કા પ્યાર’ ગીતની લોકપ્રિયતા બાદ, સિંગર રીકો પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે જેની તેઓ ટૂંક સમયમાં જાહેરાત કરશે.

 

આ પણ વાંચો :- Tadap Postponed: સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની ડેબ્યૂ ફિલ્મની જોવી પડશે રાહ, જાણો ક્યારે રિલીઝ થશે ‘તડપ’

આ પણ વાંચો :- Nushrat Bharucha Net Worth: ટીવીથી કરી હતી નુસરત ભરૂચાએ પોતાની કારકિર્દીની શરૂઆત, જાણો તેની નેટવર્થ

Next Article