જાણો કેમ, Tiger Shroff ની ફિલ્મ ‘ગણપથ’ ને નોરા ફતેહીએ કરી તરત નામંજૂર

સોશિયલ મીડિયા પર પોતાની મજબૂત ઓળખ બનાવ્યા પછી, નોરા ફતેહી આ દિવસોમાં મોટા પ્રોજેક્ટ્સની શોધમાં વ્યસ્ત છે. નોરા ઇચ્છે છે કે તેમને મોટુ કામ મળે

જાણો કેમ, Tiger Shroff ની ફિલ્મ ગણપથ ને નોરા ફતેહીએ કરી તરત નામંજૂર
Tiger Shroff, Nora Fatehi
| Edited By: | Updated on: Jul 08, 2021 | 8:51 PM

બોલીવુડની બેસ્ટ ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) આજકાલ યુવાનોના દિલની ધડકન બની રહી છે. જ્યાં તેમણે બોલિવૂડમાં પોતાના ડાન્સ નંબરોથી એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં જ સમાચાર મળ્યા છે કે નોરાને ટાઇગર શ્રોફ (Tiger Shroff) ની ફિલ્મ ‘ગણપથ’ (Ganapath) માં એક રોલની ઓફર કરવામાં આવી હતી. નોરાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો છે. એક સમાચાર મુજબ અભિનેત્રીએ આ ફિલ્મ ક્યારેય સાઇન કરી નહોતી. તેમણે આ ફિલ્મમાં પોતાનું પાત્ર સાંભળ્યા પછી તેમને ના પાડી દિધી હતી.

સમાચાર અનુસાર, નોરાએ આ ફિલ્મની વાર્તા સાંભળતાની સાથે જ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ઘણા વર્ષોની મહેનત બાદ નોરા ફતેહીએ બોલિવૂડમાં એક મોટું નામ કમાવ્યું છે. જ્યાં આજે પ્રેક્ષકો તેમને તેમના નામથી જાણે છે. જેના કારણે અભિનેત્રી તેમના આગામી પ્રોજેક્ટ્સને ખૂબ જ સાવચેતીપૂર્વક પસંદ કરી રહી છે, જેના કારણે તેમણે તરત જ ટાઇગર શ્રોફની આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ફિલ્મની વાર્તા સાંભળ્યા પછી, નોરાને સમજાયું કે આ ફિલ્મમાં તેમના પાત્રનું બહુ કામ નથી. જેના કારણે તેમણે આ ફિલ્મને નકારી કાઢી હતી. સૂત્રો કહે છે કે આ ફિલ્મમાં નોરાનું નામ ઉમેરવાનો કોઈ અર્થ નથી. કારણ કે તેઓએ આ ફિલ્મનો ઇનકાર કરી દીધો છે.

 

 


નોરા ફતેહીને મળી રહી છે મોટી ઓફરો

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, નોરા ફતેહી આજકાલ ટી-સિરીઝ સાથેના મ્યુઝિક વીડિયોમાં જોરદાર કામ કરી રહી છે. આ સાથે તે ટૂંક સમયમાં અજય દેવગન, સંજય દત્ત સાથે ફિલ્મ ‘ભુજ’માં જોવા મળશે. તેમણે હાલમાં જ જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2 માં પણ કામ કર્યું છે.

 

 


મોટી કામની શોધમાં છે નોરા ફતેહી

સોશિયલ મીડિયા પર પોતાની મજબૂત ઓળખ બનાવ્યા પછી, નોરા ફતેહી આ દિવસોમાં મોટા પ્રોજેક્ટ્સની શોધમાં વ્યસ્ત છે. નોરા ઇચ્છે છે કે તેમને મોટુ કામ મળે, જેની મદદથી તે પ્રેક્ષકોની સામે પોતાના ડાન્સ પછી એક્ટિંગની કુશળતા રજુ કરી શકે.

નોરાએ સાઉથની મોટી ફિલ્મોથી અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. જે પછી તેમણે ટી સીરીઝ સાથે અનેક મોટા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું. કહેવાય છે કે નોરા ટી-સિરીઝની મોટી સ્ટાર છે. જ્યાં તેમણે તાજેતરમાં ટી-સીરીઝના સહયોગથી પ્રિતિક ગાંધી સાથે એક ગીત શૂટ કર્યું છે. જેની જાહેરાત જલ્દી કરી શકાય છે.