જાણો કયાં થઈ રહ્યું છે ‘ફોન ભૂત’નું શૂટિંગ, Katrinaએ શેર કરી તસ્વીર

અભિનેત્રી કેટરિના કૈફે તેની આગામી હોરર કોમેડી ફિલ્મ 'ફોન ભૂત'નું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેને નવી ગેંગની તસવીર સહ-અભિનેતા ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની સાથે શેર કરી છે.

જાણો કયાં થઈ રહ્યું છે ફોન ભૂતનું શૂટિંગ, Katrinaએ શેર કરી તસ્વીર
| Edited By: | Updated on: Feb 06, 2021 | 4:11 PM

અભિનેત્રી કેટરિના કૈફે તેની આગામી હોરર કોમેડી ફિલ્મ ‘ફોન ભૂત’નું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેને નવી ગેંગની તસવીર સહ-અભિનેતા ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની સાથે શેર કરી છે. કેટરીનાએ સેટ પરથી કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે સિદ્ધાંત અને ઈશાન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ત્રણેયને ઉદયપુરના તળાવના કાંઠે મનોહર દૃશ્યની મજા માણતા જોઈ શકાય છે, જ્યાં હાલમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે, જ્યારે તેના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિંધવાની છે. ‘ફોન ભૂત’ રવિ શંકરન અને જસવિંદરસિંહ બાથ દ્વારા લખાયેલ છે.

 

 

 

અભિનેત્રી છેલ્લે સલમાન ખાનની સાથે 2019માં આવેલી ફિલ્મ ‘ભારત’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ‘ફોન ભૂત’ સિવાય કેટરિના ‘સૂર્યવંશી’ની રિલીઝની રાહ જોઈ રહી છે. તે અક્ષય કુમારની સાથે જોવા મળશે, જ્યારે રણવીર સિંહ અને અજય દેવગણનો કેમિયો ભૂમિકામાં છે. આ ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી છે.

 

આ પણ વાંચો: Kangana Ranautની ‘ધાકડ’ ફિલ્મનાં એક સીન પાછળ આટલો અધધ ખર્ચ, વાંચીને તમે પણ રહી જશો દંગ