ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ જોયા પછી દર્શકો કો કૈસા લગા- Film Review

|

Feb 02, 2019 | 11:54 AM

‘એક લડકી કો દેખા તો એસા લગા’ બોલ્ડ ટોપિક પર ફિલ્મ બની છે. ફિલ્મમાં સોનમ કપૂર, અનિલ કપૂર, જૂહી ચાવલા, રાજકુમાર રાવે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું નિર્દેશન શૈલી ચોપડા ધરે કર્યું છે. ફિલ્મમાં શું છે ખાસ ? ‘એક લડકી કો દેખા તો એસા લગા’ ફિલ્મમાં સોનમ કપૂર પંજાબના નાના શહેર મોગાની છોકરી સ્વીટીનો […]

ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા જોયા પછી દર્શકો કો કૈસા લગા-  Film Review

Follow us on

‘એક લડકી કો દેખા તો એસા લગા’ બોલ્ડ ટોપિક પર ફિલ્મ બની છે. ફિલ્મમાં સોનમ કપૂર, અનિલ કપૂર, જૂહી ચાવલા, રાજકુમાર રાવે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું નિર્દેશન શૈલી ચોપડા ધરે કર્યું છે.

ફિલ્મમાં શું છે ખાસ ?

‘એક લડકી કો દેખા તો એસા લગા’ ફિલ્મમાં સોનમ કપૂર પંજાબના નાના શહેર મોગાની છોકરી સ્વીટીનો રોલ ભજવી રહી છે. તેના પિતા બલબીર ચૌધરીને (અનિલ કપૂર) મોગાના અંબાણી માનવામાં આવે છે. કેમકે તેઓ ખુબ અમીર છે. ફિલ્મની શરૂઆતમાં બધુ જ સરસ લાગે છે. સ્વીટી ઘરની લાડલી છે અને તેના માટે ઘરવાળા એક પરફેકટ જીવનસાથીની શોધ કરી રહ્યાં છે. તેના દિલમાં એક સિક્રેટ છુપાયેલુ હોય છે. એક દિવસ તેના ભાઈને આ સિક્રેટની ખબર પડી જાય છે પણ તે ચુપ રહે છે કે કયાંક ઘરમાં ઝઘ઼ડો ન થાય.

આ પણ વાંચો : WhatsApp પર તમારી એક આઇડિયા તમને બનાવી શકે છે કરોડપતિ, ક્યાં અને કેવી રીતે લેશો તેમાં ભાગ ?

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ગજલ ધાલીવાલ અને શૈલી ચોપડા ધર દ્વારા લખેલ ફિલ્મ સંવેદનશીલ છે. ફિલ્મમાં ખાસ વાત એ છે કે તેમાં ખાલી મુખ્ય પાત્ર પર ધ્યાન આપ્યા વગર બધા જ પાત્રો પર ધ્યાન આપવામાં આવ્યું છે. બધાજ પાત્રમાં એક વિશિષ્ટતા છે. નિર્દેશક તરીકે ડેબ્યુ કરવાવાળી શૈલી ચોપરા ધરે એક સંવેદનશીલ વિષયને ખુબ જ સરળ રીતે બતાવી તેનો પ્રભાવ છોડવામાં તે સફળ રહી છે.

કેવી છે એક્ટિંગ ? 

ફિલ્મમાં એકટિંગની વાત કરીએ તો અનિલ કપૂર અને સોનમ કપૂર પહેલીવાર સ્ક્રીન પર સામે આવ્યા છે. સાથે જ જુહી ચાવલા પણ બે દાયકા પછી અનિલ કપૂરની સાથે કોઈ ફિલ્મમાં સાથે જોવામાં મળી રહી છે. તેને ચતરો નામનું એક પાત્ર ભજવ્યું છે. પણ તેની એકટિંગથી તેઓ નિરાશ કરે છે. સોનમે એક સંવેદનશીલ પાત્ર સારી રીતે ભજવ્યું છે. અનિલ કપૂરની એકટિંગ સારી છે અને રાજકુમાર રાવ તેના સરળ અંદાજથી જ લોકોના દિલમાં ઉતરી જાય છે. તેને જોઈને લાગે નહિં કે તે એકટિંગ કરી રહ્યો છે અને તેની ભૂમિકા ખુબ જ નેચરલ છે. આમ, ફિલ્મ એક વાર જોઈ શકાય છે.

[yop_poll id=”990″]

 

Next Article