Film Dhunki : શાહરૂખ ખાને ફિલ્મ ‘ડંકી’નું શૂટિંગ શરૂ કર્યું, રાજકુમાર હિરાણી વિશે કહી આ મોટી વાત

અભિનેતા શાહરૂખ ખાને (Shahrukh Khan) તેની આગામી ફિલ્મ ડંકીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિનેતાની આ ફિલ્મ આવતા વર્ષે ડિસેમ્બર 2023માં રિલીઝ થશે.

Film Dhunki : શાહરૂખ ખાને ફિલ્મ ડંકીનું શૂટિંગ શરૂ કર્યું, રાજકુમાર હિરાણી વિશે કહી આ મોટી વાત
Dhunki Film (File Photo)
| Edited By: | Updated on: May 12, 2022 | 4:07 PM

તાજેતરમાં, Dhunki Film સેટ પરથી શાહરૂખ ખાનની (Shahrukh Khan) લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. અભિનેતાએ તેની આગામી ફિલ્મ ‘ડંકી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શાહરૂખની વાયરલ થઈ રહેલી તસવીરો શાહરૂખના ફેનક્લબ Instagram દ્વારા શેર કરવામાં આવી છે. આ તસવીરમાં શાહરૂખ ફિલ્મ ડિરેક્ટર રાજ કુમાર હિરાની સાથે પોઝ આપતો જોવા મળે છે. આ તસવીરો વાયરલ થયા બાદ તેની અપકમિંગ ફિલ્મને લઈને ચાહકો અને દર્શકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

આ દિવસોમાં અભિનેતા તેની ફિલ્મ ડંકીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ તસવીરોમાં શાહરૂખે એકદમ સિમ્પલ લુક કેરી કર્યો છે. સિમ્પલ ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં શાહરૂખ ખૂબ જ ડેશિંગ લાગે છે. આ સિમ્પલ સ્ટાઈલથી શાહરૂખે તેના લાખો ફેન ફોલોઈંગના દિલ જીતી લીધા છે.

અપકમિંગ ફિલ્મ ડંકીની વાત કરીએ તો, શાહરૂખ ખાન હવે 2018માં આવેલી તેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ બાદ સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે કો-સ્ટાર તરીકે તાપસી પન્નુ પણ જોવા મળશે. શાહરૂખ અને તાપસી પહેલીવાર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. દર્શકો પણ તે બંનેને સ્ક્રીન પર પહેલી વાર એકસાથે જોવા માટે ખુબ જ ઉત્સાહિત છે.

રાજુ આ પેઢીના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાંના એક છે – શાહરૂખ

તાજેતરમાં, આ ફિલ્મને લઈને શાહરૂખ ખાન કહે છે કે, રાજ કુમાર હિરાની સાથે કામ કરવું એ માર માટે ખૂબ જ ગર્વની વાત છે. આ પેઢીના શ્રેષ્ઠ દિગ્દર્શક સાથે કામ કરવા બદલ હું ખૂબ જ ભાગ્યશાળી છું. તેણે આગળ કહ્યું કે, તે ફિલ્મ ડંકી સાઈન કરીને ખૂબ જ ખુશ છે.

શાહરૂખ રાજુ હિરાની માટે કોઈપણ પાત્ર ભજવશે

આ ફિલ્મના શૂટિંગ અંગે અભિનેતાએ કહ્યું કે, અમે આ મહિને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. શાહરૂખે કહ્યું કે તે રાજકુમાર હિરાની માટે કોઈપણ પાત્ર ભજવવા માટે તૈયાર છે. શાહરૂખે કહ્યું કે, તે તેમના માટે ડોન્કી અથવા વાનર પણ બની શકે છે.

‘ડંકી’ આવતા વર્ષે રિલીઝ થશે

ફિલ્મ ડંકીનું ટીઝર એપ્રિલમાં રજુ થયું હતું. આ ફિલ્મ આવતા વર્ષે 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શાહરૂખ અને તાપસીની આ શાનદાર જોડી તેમના ફેન્સનું કેટલું મનોરંજન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.