Kidney Failureની સામે લડી રહી છે આ ટીવી અભિનેત્રી, આર્થિક તંગીના કારણે ચિકિત્સા કરવી થઈ મુશ્કેલ

અભિનેત્રી અનાયા સોની ( Anaya Soni) હાલમાં આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહી છે. અનાયા સોનીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો હતો અને ચાહકોને કહ્યું હતું કે તે 6 વર્ષથી એક કિડની પર જીવે છે.

Kidney Failureની સામે લડી રહી છે આ ટીવી અભિનેત્રી, આર્થિક તંગીના કારણે ચિકિત્સા કરવી થઈ મુશ્કેલ
Anaya Soni
| Edited By: | Updated on: Jul 12, 2021 | 5:49 PM

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી અનાયા સોની (Anaya Soni) આજકાલ પોતાના અંગત જીવનની મુશ્કેલીઓને કારણે ચર્ચામાં આવી છે. આ દિવસોમાં અભિનેત્રી તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ પ્રખ્યાત અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ છે. અનાયાની હાલત એટલી ખરાબ છે કે તેમની પાસે સારવાર માટે પૈસા પણ નથી.

 

પૈસાના અભાવે તેમણે લોકોને અને તેમના નજીકના લોકોને પણ મદદ માટે અપીલ કરી છે. અનાયા સોનીને ચાહકો પ્રખ્યાત ટીવી સીરિયલ ‘નામકરણ’માં અભિનય કરતા જોઈ ચુક્યા છે. અનાયાએ તબિયત ખરાબ હોવાની જાણકારી ખુદે ચાહકોને આપી છે.

 

અનાયા કહ્યું સાચું

તાજેતરમાં અભિનેત્રીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં અનાયા પોતે પણ જોવા મળી રહી છે. વીડિયોમાં તે છેલ્લા 6 વર્ષથી એક કિડની પર કેવી રીતે જીવે છે તે કહેતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કહ્યું છે કે તેમને સારવાર માટે પૈસાની જરૂર છે. તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ ઠીક ન હોવાને કારણે તેઓ પોતાની સારવાર યોગ્ય રીતે કરી શકતી નથી.

 

 

ક્યા છે એડમિટ

તમને જણાવી દઈએ કે અનાયા સોની હાલમાં મુંબઈની હોલી સ્પિરિટ હોસ્પિટલમાં દાખલ છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા અભિનેત્રીએ કહ્યું છે કે હું 2015થી એક કિડની પર જીવી રહી છું. 6 વર્ષ પહેલાં મારી બંને કિડની ફેઈલ થઈ ગઈ હતી. જોકે તે સમયે મારા પિતાએ મને એક કિડની ડોનેટ કરી હતી. પરંતુ હવે તે કિડની પણ બગડી છે, તેથી હવે ફરીથી કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે.

 

અનાયા કહે છે કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે જીવનમાં આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. અભિનેત્રી કહે છે કે તે વધુ પરેશાન છે કે હવે તેમની પાસે કોઈ બચત બાકી નથી. અભિનેત્રીએ કહ્યું કે તેમનો ભાઈ પણ સારી નોકરી કરી રહ્યો હતો અને માતાનો પણ પોતાનો ધંધો હતો, પરંતુ જ્યારે મારા ઘરને આગ લાગી ત્યારે બધું જ સમાપ્ત થઈ ગયું.

 

ચાલો તમને જણાવી દઈએ કે અનાયા ‘નામકરણ’, ‘ઈશ્ક મેં મરજાવાં’, ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘અદાલત’માં જોવા મળી છે. અભિનેત્રીએ ‘ટેક ઈટ ઈઝી’ અને ‘હૈ અપના દિલ તો આવારા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

આ પણ વાંચો: પરિવાર સાથે જે બિલ્ડિંગમાં રહે છે Sunil Shetty, તેને BMCએ કેમ કર્યું સીલ? જાણો કારણ