Fatima Sana Shaikh છે બ્રાહ્મણ પરિવારમાંથી, આમિર ખાન સાથે નામ જોડાવા પર આપ્યું હતું આ મોટું નિવેદન

|

Jul 04, 2021 | 4:38 PM

ફાતિમાએ તેમની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ મુખ્ય ભૂમિકા તરીકે કામ કરવાની તક ફાતિમાને ફિલ્મ દંગલમાંથી મળી. આ ફિલ્મ દ્વારા ફાતિમા અને સાન્યા મલ્હોત્રા બંને મુખ્ય અભિનેત્રી તરીકે ઉભર્યા હતા.

Fatima Sana Shaikh છે બ્રાહ્મણ પરિવારમાંથી, આમિર ખાન સાથે નામ જોડાવા પર આપ્યું હતું આ મોટું નિવેદન
Fatima Sana Shaikh

Follow us on

આમિર ખાને (Aamir Khan) શનિવારે કિરણ રાવ (Kiran Rao) થી છૂટાછેડા લઈને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. બંનેએ લગ્નના 15 વર્ષ પછી અલગ થવાનું નક્કી કર્યું. આમિર અને કિરણે નિવેદન જારી કરીને તેમના અલગ થવાની માહિતી આપી છે. આમિર અને કિરણના અલગ થવા પર સોશિયલ મીડિયા પર ચાહકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ દરમિયાન ચાહકોએ ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh) ને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

યુઝર્સએ ટ્રોલ કરતી વખતે ફાતિમાને બંનેના તલાકનું કારણ જણાવી રહ્યા છે. જોકે ટીવી 9 આ અહેવાલોની પુષ્ટિ કરતું નથી. પરંતુ ફાતિમા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચોક્કસપણે થઈ રહી છે. ચાહકો ફાતિમાના અંગત જીવન વિશે જાણવા ઉત્સુક છે. તો અમે તમને ફાતિમાના અંગત જીવન વિશે જણાવીશું.

ફાતિમાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. અભિનેત્રીના પિતા વિપિન શર્મા જમ્મુના બ્રાહ્મણ પરિવારથી છે તો માતા તબસ્સુમ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી છે. તેમના ઘરે ઇસ્લામ ધર્મ પાળવામાં આવે છે, જેના કારણે અભિનેત્રીનું નામ ફાતિમા રાખવામાં આવ્યું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

બાળ કલાકાર તરીકે પાત્ર ભજવ્યું

ફાતિમાએ તેમની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ફિલ્મ ચાચી 420 માં તે કમલ હાસન (Kamal Haasan) અને તબ્બુ (Tabu)ની પુત્રીની ભૂમિકામાં જોવા મળી હતી. ફાતિમાના પાત્રને આ ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી તે ‘બડે દિલવાલા’ અને ‘વન ટુ કા ફોર’ ફિલ્મોમાં જોવા મળી હતી. વન ટુ કા ફોરમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને જુહી ચાવલા (Juhi Chawla) મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી ફાતિમાએ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું.

 

દંગલથી મળ્યો મોટો બ્રેક

ત્યારબાદ મુખ્ય ભૂમિકા તરીકે કામ કરવાની તક ફાતિમાને ફિલ્મ દંગલમાંથી મળી. આ ફિલ્મ દ્વારા ફાતિમા અને સાન્યા મલ્હોત્રા બંને મુખ્ય અભિનેત્રી તરીકે ઉતર્યા હતા. આ ફિલ્મમાં બંને આમિર ખાનની પુત્રીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફાતિમા અને સાન્યાને આ ફિલ્મ દ્વારા ખૂબ લોકપ્રિયતા મળી.

આ પછી, ફાતિમા આમિર ખાન સાથે ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં જોવા મળી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેના અફેરના સમાચાર પણ વાયરલ થયા હતા. જોકે આમિરે તેના પર ક્યારેય પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ ફાતિમાએ તેની પ્રતિક્રિયા ચોક્કસ આપી હતી.

આમિર સાથેના સંબંધોની અફવાઓ પર આપી હતી પ્રતિક્રિયા

ફાતિમાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ‘પહેલા મને આ વાતોથી ઘણો ફરક પાડતો હતો. પણ હવે મને ખરાબ નથી લાગતું. ઘણા અજાણ્યા લોકો જેમને હું ક્યારેય મળી નથી તે મારા વિશે કંઇ પણ લખે છે. તેઓ તે પણ વિચારતા નથી કે તેમાં સત્ય છે કે નહીં. જે લોકો આ સમાચાર વાચે છે તેઓ વિચારે છે કે હું સારી વ્યક્તિ નથી. પરંતુ હવે મેં આ બાબતોને અવગણવાનું શીખી લીધું છે.

Next Article