jhanvi Kapoor બાદ રોકવામાં આવ્યું boby deolની ફિલ્મનું શૂટિંગ, સેટ પર પહોંચી ગયા ખેડૂત આંદોલનકારીઓ

|

Feb 06, 2021 | 1:21 PM

ફિલ્મનું ગ્રૂપ ફિલ્મના સેટ પર વસ્તુઓ ગોઠવી રહ્યા હતા. ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોચી ગયા. અને ફિલ્મના ગ્રૂપને બધો સામાન લઈને જતા રહેવા કહ્યું.

jhanvi Kapoor બાદ રોકવામાં આવ્યું boby deolની ફિલ્મનું શૂટિંગ, સેટ પર પહોંચી ગયા ખેડૂત આંદોલનકારીઓ
બોબી દેઓલના સેટ પર અંદોલનકારી કિસાન

Follow us on

દિલ્હી બોર્ડર પર છેલ્લા બે મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ અંદોલન સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાનૂનોને પાછા લેવા માટે થઇ રહ્યું છે. ત્યારે આની અસર બોલીવૂડમાં પણ જોવા મળી રહી છે. બોલીવૂડના સ્ટાર્સ પણ સપોર્ટ અને વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આ અંદોલનના ગુસાની અસર બોબી દેઓલની ફિલ્મના શૂટિંગ પર પડી છે. મળેલી માહિતી અનુસાર બોબી દેઓલ પંજાબમાં ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો. શૂટિંગ દરમિયાન ખેડૂતોએ વિરોધ કર્યો અને આ કારણે શૂટિંગ રોકવી પડી.

પંજાબમાં ફિલ્મ શૂટ નહીં થવા દઈએ
ખાનગી મીડિયા રીપોર્ટ અનુસાર ફિલ્મનું ગ્રૂપ ફિલ્મના સેટ પર વસ્તુઓ ગોઠવી રહ્યા હતા. ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોચી ગયા. અને ફિલ્મના ગ્રૂપને બધો સામાન લઈને જતા રહેવા કહ્યું. આ ઉપરાંત ખેડૂતોએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર અમારા મુદ્દાનું સમાધાન નહીં લાવે ત્યાં સુધી પંજાબમાં ફિલ્મનું શૂટિંગ નહીં થવા દઈએ.

સની દેઓલ પર જાહેર કરી નિરાશા
બોબી દેઓલની સામે આ ખેડૂતોએ નિરાશા અને ગુસ્સો જાહેર કર્યો હતો. કેમ કે તેમના ભાઈ સની દેઓલ અભિનેતા સાથે પંજાબ ગુરદાસપુરથી ભાજપના સાંસદ પણ છે. ખેડૂતોનું કહેવું છે સની દેઓલ અને પિતા ધર્મેન્દ્ર પંજાબથી સંબંધ ધરાવે છે, અને સની સાંસદ હોવા છતાં તેઓ કિસાન સમર્થનમાં કંઈ કરી નથી રહ્યા.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

અગાઉ પણ બની ગઈ છે આ ઘટના
આ પહેલી વાર નથી કે પંજાબમાં કોઈ ફિલ્મની શૂટિંગ રોકી દેવામાં આવી હોય. આ અગાઉ જ્હાનવી કપૂરની ફિલ્મની શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું હતું. બાદમાં જ્યારે જ્હાનવીએ સોશિયલ મીડિયા પર ખેડૂત સમર્થનમાં પોસ્ટ મૂકી ત્યારે જઈને શૂટિંગ કરવાની પરમીશન આપવામાં આવી હતી. જ્હાનવી ત્યારે ગૂડ લક જૈરીનું શૂટ કરી રહી હતી.

 

Next Article