Farhan-Shibani Wedding Date : ફેન્સની આતુરતાનો આવશે અંત, ફરહાન-શિબાની આ દિવસે કરશે લગ્નની તારીખની જાહેરાત

|

Jan 07, 2022 | 6:34 AM

9 જાન્યુઆરીએ એક્ટર અને ડાયરેક્ટર ફરહાન અખ્તરનો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ ખાસ અવસર પર તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

Farhan-Shibani Wedding Date :  ફેન્સની આતુરતાનો આવશે અંત, ફરહાન-શિબાની આ દિવસે કરશે લગ્નની તારીખની જાહેરાત
Farhan-Shibani ( File photo)

Follow us on

2022 શરૂ થયું જ છે કે બોલિવૂડનું લવલી કપલ ફરહાન અખ્તર (Farhan Akhtar) અને તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરના (Shibani Dandekar) લગ્ન માર્ચમાં થવા જઈ રહ્યા છે તે ટોપિક આ દિવસોમાં બી-ટાઉનના હોટ ટોપિક પૈકી એક છે. જો કે લગ્નની તારીખને લઈને ઘણું સસ્પેન્સ હતું કે આ કપલ કયા દિવસે લગ્નના બંધનમાં બંધાશે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે લગ્નની તારીખ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે અને આ કપલ પોતે ફેન્સ સાથે તારીખની જાહેરાત શેર કરશે.

લગ્નની તારીખ ખાસ દિવસે જાહેર કરવામાં આવશે

જ્યારથી સમાચાર આવ્યા છે કે ફરહાન અખ્તર માર્ચમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે ત્યારથી દરેક જગ્યાએ તેના ફેન્સ તેના લગ્નના દરેક અપડેટ માટે તલપાપડ બની ગયા છે માર્ચમાં ફરહાન કયા દિવસે શિબાનીને તેની દુલ્હનિયા બનાવશે?

ફરહાન-શિબાનીના ફેન્સ અને મીડિયાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ આ કપલ બે દિવસ પછી તેમના લગ્નની તારીખની જાહેરાત કરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં, 9 જાન્યુઆરીએ એક્ટર અને ડાયરેક્ટર ફરહાન અખ્તરનો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ ખાસ અવસર પર તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તો આવી સ્થિતિમાં, જો કપલ તેમના લગ્નની તારીખની જાહેરાત કરો. તો ખરેખર આ સમાચાર તેના ફેન્સ માટે ખૂબ જ ખુશીના સમાચાર હશે. તે જ સમયે, તે જોવાનું રસપ્રદ રહેશે કે ફરહાન અને શિબાનીએ એકબીજાના જીવનસાથી બનવા માટે કઈ તારીખ પસંદ કરી છે.

કપલ 3 વર્ષથી રિલેશનશિપમાં છે

શિબાની અને ફરહાન 3 વર્ષથી એકબીજાના સંબંધમાં છે. બંને છેલ્લા કેટલાક સમયથી લિવ-ઈનમાં રહે છે.આ કપલ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. બંનેનો પ્રેમ સ્પષ્ટ છે. સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં અચકાતા નથી.

એવું કહેવામાં આવ્યું છે કે બંનેએ તેમના લગ્નને ખાનગી રાખવાનો નિર્ણય કર્યો છે, અહેવાલો અનુસાર, તેમના પરિવારો સિવાય, ફક્ત તેમના ઇન્ડસ્ટ્રીના ખાસ મિત્રો લગ્નમાં હાજરી આપશે. ફરહાન અને શિબાનીએ તેમના લગ્ન સ્થળ તરીકે 5 સ્ટાર હોટલ બુક કરાવી છે. વર અને કન્યા તેમના ખાસ દિવસે સબ્યસાંચીના તૈયાર કરેલ આઉટફિટ પહેરશે. લગ્નની તૈયારીઓ ખૂબ જ ભવ્ય લેબલ પર થઈ રહી છે.

આ પણ વાંચો : Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 36,265 નવા કેસ આવ્યા સામે, માત્ર મુંબઈના 20,181 કેસ, ઓમિક્રોનના 79

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહેલી ચૂક મુદ્દે ગૃહ મંત્રાલયે રચી ત્રણ સભ્યોની તપાસ સમિતિ

Next Article