Baahubali ફિલ્મના 6 વર્ષ પુરા થતા ચાહકોએ વોટ્સએપ પાસે કરી અનોખી માંગ, જાણો શું છે એમની ઈચ્છા

|

Jul 10, 2021 | 11:20 PM

Baahubali The Beginning : આ ફિલ્મના છ વર્ષ પૂરા થવા પર ચાહકોએ માંગ કરી છે કે વોટ્સએપ પર આ ફિલ્મના વિવિધ ઇમોજી બનાવવામાં આવે જેથી તેઓ આ ઈમોજીને તેના મિત્રોને મોકલી શકે.

Baahubali  ફિલ્મના 6 વર્ષ પુરા થતા ચાહકોએ વોટ્સએપ પાસે કરી અનોખી માંગ, જાણો શું છે એમની ઈચ્છા
completion of 6 years of Bahubali The Beginning

Follow us on

બાહુબલી એ એક ફિલ્મ જેણે ભારતના સિનેમાજગતને નવી ઓળખ આપી. આ ફિલ્મના પહેલા ભાગ Baahubali The Beginning ને 6 વર્ષ પુરા થયા છે. એસ.એસ.રાજામૌલી (SS Rajamouli) ની આ ફિલ્મે સફળતાના એવા રેકોર્ડ બનાવ્યા છે કે ત્યાં સુધી કોઈ અન્ય ફિલ્મ પહોચી શકી નથી. Baahubali The Beginning આ ફિલ્મે પ્રભાસ (Prabhas) ની કારકિર્દીને એટલું મોટું પરિમાણ આપ્યું કે રાતોરાત તે ભારતનો સૌથી મોટો સુપરસ્ટાર બની ગયો.બાહુબલી ફિલ્મે પ્રભાસને દેશનો સૌથી મોંઘો સ્ટાર બનાવ્યો. હવે તે તેની ફિલ્મ માટે 30 કરોડ ફી લે છે.

આ ફિલ્મે પહેલા જ દિવસે 75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે ભારતમાં કોઈ પણ ફિલ્મના પહેલા દિવસના બિઝનેસનો રેકોર્ડ હતો.પ્રભાસની સાથે રાણા દુગ્ગુબાટીની કારકિર્દીમાં પણ મોટો ઉછાળો આવ્યો.આંકડા મુજબ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 3600 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. જે આજ સુધીની કોઈપણ ફિલ્મનો સૌથી મોટો રેકોર્ડ છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ ફિલ્મના રિલીઝ થયાને આજે બરાબર છ વર્ષ પુરા થયા છે, જેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. આ પ્રસંગે પ્રભાસે તેની જૂની યાદોને તેના સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ ખાસ દિવસે પ્રભાસ અને બાહુબલીના ચાહકોએ પણ પ્રખ્યાત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર બાહુબલી માટે ઇમોજી બનાવવાની ખાસ માંગ કરી છે.

આ ફિલ્મ પછી પહેલીવાર આખી દુનિયા સામે એક સવાલ આવ્યો કે કટપ્પાએ બાહુબલીને શું કામ માર્યો? લગભગ એક વર્ષ સુધી સિરીઝની આગામી ફિલ્મ ન જોઇ ત્યાં સુધી કોઈ તેનો જવાબ શોધી શક્યા નહીં.

અહીં જુઓ થોડા ટ્વીટ

આ પણ વાંચો : Vikram First Look Out: કમલ હાસન સાથે દમદાર અંદાજમાં નજર આવશે વિજય સેતુપતિ અને ફહાદ ફાસીલ, જુઓ પોસ્ટર

Next Article