Viral: કપિલ શર્મા અને ભારતીનું “બચપન કા પ્યાર” સોંગ સાંભળીને ભાગી ગઈ ફેન, જુઓ Video

કપિલ શર્મા અને ભરતી સિંહનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભરતી અને કપિલ બચપન કા પ્યાર સોંગ ગાઈ રહ્યા છે. પરંતુ તકલીફ તો ત્યારે થઇ જાય છે જ્યારે સોંગ સાંભળીને ત્યાંથી ફેન ભાગી જાય છે.

Viral: કપિલ શર્મા અને ભારતીનું બચપન કા પ્યાર સોંગ સાંભળીને ભાગી ગઈ ફેન, જુઓ Video
Fan run away after listening bachpan ka pyar song by Kapil sharma and Bharti singh
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:17 AM

કોમેડી જગતના બે પ્રખ્યાત ચહેરા કપિલ શર્મા (Kapil Sharma) અને ભારતી સિંહ (Bharti Singh) આ રવિવારે વિકેન્ડ એન્જોય કરતા જોવા મળ્યા હતા. આ બંને રવિવારની મજા માટે લોંગ ડ્રાઈવ પર ગયા હતા, જેના કેટલાક વિડીયો કપિલ શર્માએ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ દરમિયાન કપિલ શર્મા અને ભારતી સિંહે સાથે મળીને “બચપન કા પ્યાર” ગીત ગાયું, જે વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આ જોડીને ટીવી પર સાથે જોવાનું પસંદ કરે છે. જ્યાં હવે તેમનો નવો વિડીયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

વાત જાણે એમ છે કે જ્યારે આ બંને ગીત ગાઈ રહ્યા હતા, ત્યાં કેમેરાની બીજી બાજુ કોઈ અન્ય વ્યક્તિ હાજર હતી, પરંતુ ભારતી સિંહે તેમનો કેમેરો તેની તરફ કર્યો કે તરત જ મહિલા ભાગી ગઈ. આ પર ભારતી અને કપિલ બંને સાથે મળીને તેને કહે છે કે “આ છે જાનેમન, ક્યાં ભાગી રહી છે? ઉભી રહે. ફોટો તો ખેંચાવી લે”. સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરતા કપિલ શર્માએ લખ્યું હતું કે “ફેન્સસાથે મસ્તી”. કપિલનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવે છે. કપિલ ઘણી વાર આ રીતે મસ્તી કરતા જોવા મળે છે.

કપિલ શર્માએ તાજેતરમાં જ પોતાના શોની નવી સિઝનની જાહેરાત કરી છે. જેના કારણે તે આ દિવસોમાં ચર્ચામાં રહે છે. શોનો પ્રોમો રિલીઝ કરતી વખતે કપિલે કહ્યું હતું કે તેની આખી ટીમે કોરોના રસીના બંને ડોઝ લીધા છે. રસી લીધા પછી, હવે તેની આખી ટીમ તેના શો માટે સંપૂર્ણપણે તૈયાર છે. જ્યાં આ શોના ફેન્સ ઘણા દિવસોથી પૂછી રહ્યા હતા કે આ શો ટીવી પર ક્યારે ફરી જોવા મળશે.

આ વખતે આપણે શોમાં કપિલ શર્મા સાથે કૃષ્ણ અભિષેક (Krushna Abhishek), સુદેશ લેહરી (Sudesh Lehri), ભારતી સિંહ અને કીકુ શારદાને (Kiku Sharda) જોશું. અહેવાલ છે કે આ વખતે અભિનેત્રી સુમોના ચક્રવર્તીને શોની કાસ્ટમાં સામેલ કરવામાં આવી નથી. સુમોના ઘણીવાર શોમાં કપિલ શર્માની પત્નીનો રોલ કરતી જોવા મળી હતી. શોની આખી ટીમ શોને લઈને ઉત્સાહિત દેખાઈ રહી છે. જ્યાં આ વખતે પણ અમે શોમાં અર્ચના પૂરન સિંહ જજ બનેલા જોવા મળશે.

 

આ પણ વાંચો: PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો

આ પણ વાંચો: અનુ મલિક સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, આ દેશભક્તિ ગીતમાં ઈઝરાયેલના રાષ્ટ્રગીતની ધૂન ચોરવાનો આરોપ