પૂજા હેગડે પાસે ચાહકે માંગ્યો અશ્લીલ ફોટો, તો ચાહકને મળ્યો કંઇક આવો જવાબ

Pooja Hegdeએ તાજેતરમાં સ્ટોરી મૂકી હતી, જેમાં લખ્યું હતું 'પોસ્ટ અ ફોટો ઓફ". આ સ્ટોરીમાં ફેન્સ અલગ અલગ પ્રકારની ડિમાન્ડ કરી રહ્યા હતા.

પૂજા હેગડે પાસે ચાહકે માંગ્યો અશ્લીલ ફોટો, તો ચાહકને મળ્યો કંઇક આવો જવાબ
પૂજા હેગડે
| Edited By: | Updated on: Feb 06, 2021 | 5:19 PM

પ્રખ્યાત અભિનેત્રી પૂજા હેગડે અભિનય અને એની સુંદરતા માટે તો જાણીતી છે જ . પરંતુ પૂજાએ એની ચાલાકી થકી હજારો ફેન્સના દીલમાં માન વધારી દીધું છે. પૂજા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ કરી છે. પૂજાએ તાજેતરમાં સ્ટોરી મૂકી હતી, જેમાં લખ્યું હતું ‘પોસ્ટ અ ફોટો ઓફ”. આ સ્ટોરીમાં ફેન્સ અલગ અલગ પ્રકારની ડિમાન્ડ કરી રહ્યા હતા. કોઈ ફૂડ સાથે તસ્વીર માંગી રહ્યું હતું તો કોઈ ફેમીલી ફોટોની ડિમાન્ડ કરી રહ્યું હતું.

સ્માર્ટ જવાબ

 

હલકી ડિમાન્ડ સામે સ્માર્ટ જવાબ

આ વચ્ચે એક ચાહકે હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું. એક ફેને પૂજાના આ સવાલ પર હલકી ડિમાન્ડ કરતા લખ્યું Naked. અને પછી જે બન્યું તે જાણીને તમને પણ પૂજા પર ગર્વ થશે. આ યુઝરના સવાલનો જવાબ બહુ જબરદસ્ત રીતે પૂજા એ આપ્યો. પૂજા હેગડેએ પોતાના પગનો ફોટો શેર કરતા લખ્ય “નંગે પાવ”. આ શાનદાર અને ચતુરાઈ ભર્યા જવાબથી પૂજાએ ફેન્સનું દિલ જીતી લીધું. અને હલકી માનસિકતા સાથે કોમેન્ટ કરનાર વ્યક્તિને જડબાતોડ જવાબ આપ્યો હતો.