કોરોનાના કારણે દેશમાં લોકડાઉન થવા પામ્યું હતું. જેના કારણે અલગ અલગ ઇન્ડસ્ટ્રીને નુકશાન વેઠવું પડ્યું. ફિલ્મ સૌથી વધુ નુકશાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થયું છે. દર વર્ષે હજારો કરોડ રૂપિયાથી વધુ વ્યાપાર મનોરંજન જગતમાંથી મળે છે. અનલોક બાદ સિનેમાઘરો અને થીએટર્સ ખુલી ગયા છે. તેમ છતાં હજુ જોઈએ એટલો ફાયદો નથી થઇ રહ્યો. આ કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉગારવા માટે કેરળ સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સોમવારે જાહેરાત કરી છે કે જાન્યુઆરીથી માર્ચ 2021 સુધી થીએટર્સમાં રાજ્ય સરકાર એન્ટરટેઈન્મેન્ટ ટેક્સ નહીં લે.
Exempted cinema theaters from entertainment tax from Jan to Mar(2021).
Fixed electricity charges reduced by 50% for the 10 months during when theatres were closed. Validity of various licenses extended.
Our creative industries will play a crucial part in the recovery.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) January 11, 2021
મુખ્યમંત્રીએ કહ્યું કે જાન્યુઆરીથી માર્ચ 2021 સુધી સિનેમા-થિયેટરોને મનોરંજન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. થિયેટર્સ માટે ફિક્સ વીજળી શુલ્કમાં પણ 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ ઘણા લાઇસન્સની માન્યતાનો સમય વધારી દેવામાં આવ્યો છે.
કેરળમાં ટેક્સ માફથી દર્શકોને કેટલો ફાયદો?
કેરળની સરકારે મનોરંજન ટેક્સ માફ કર્યો છે ત્યારે દર્શકોને ઓછામાં ઓછા 9 ટકાનો ટેકસનો ફાયદો થશે. પહેલા મનોરંજન ટેક્સ 28 જીએસટી સ્લેબમાં હતો તે બદલાવ બાદ ઘટીને 18 ના સ્લેબમાં આવી ગયો. એટલે કે મનોરંજન પરનો જીએસટી ઘટાડીને 18 ટકા કરાયો હતો. જેમાંથી 9 ટકા કેન્દ્ર સરકાર અને 9 ટકા રાજ્ય સરકારને ટેક્સ જતો હતો. હવે કેરળ રાજ્ય સરકારની ટેક્સ માફી બાદ 9 ટકા ટેક્સ રાહત મળશે.
સરળ રીતે સમજાવા આ ઉદાહરણ જોઈએ, કેરળમાં 100 રૂપિયાની ટિકિટ માટે તમારે 118 રૂપિયા આપવાના થાય. પરંતુ રાજ્ય સરકારના ટેક્સ માફ કર્યા બાદ તેના માટે તમારે 118 -9 એટલે કે 109 રૂપિયા ચૂકવવા પડશે. કુલ મળીને દર્શકોને 118 રૂપિયામાંથી 9 રૂપિયાની છૂટ મળશે.
અન્ય રાજ્યો ક્યારે લેશે પ્રેરણા?
જો કેરળની જેમ અન્ય રાજ્યો પણ મનોરંજન ટેક્સ માફ કરે છે, તો ઓટીટી તરફ વળેલા નિર્માતાઓ પોતાની ફિલ્મોને થિયેટરમાં રિલીઝ કરી શકે. કેરળના નિર્ણય પછી, એવું લાગે છે કે બાકીના રાજ્યોમાં પણ આવા નિર્ણયની જરૂર છે, જેથી ફિલ્મ ઉદ્યોગ ફરી જીવંત થઈ શકે.