એવું તો શું થયું કે રાનુ મંડલ થઈ ગુસ્સે…!!! જુઓ વીડિયો

રાનુ મંડલનું નામ તો તમને યાદ જ હશે. રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈ તેનું ગુજરાન ચલાવતી રાનુ મંડલના વીડિયોએ તેને સ્ટાર બનાવી દીધી. રાનુના વીડિયોને એટલો પસંદ કરવામાં આવ્યો કે તેને હિમેશ રેશમિયાની મદદથી બોલિવુડમાં ડેબ્યુ કરવાનો મોકો મળ્યો. ત્યારે હવે રાનુનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય છેકે સ્ટાર બન્યા પછી રાનુ […]

એવું તો શું થયું કે રાનુ મંડલ થઈ ગુસ્સે...!!! જુઓ વીડિયો
| Edited By: | Updated on: Nov 05, 2019 | 12:42 PM

રાનુ મંડલનું નામ તો તમને યાદ જ હશે. રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈ તેનું ગુજરાન ચલાવતી રાનુ મંડલના વીડિયોએ તેને સ્ટાર બનાવી દીધી. રાનુના વીડિયોને એટલો પસંદ કરવામાં આવ્યો કે તેને હિમેશ રેશમિયાની મદદથી બોલિવુડમાં ડેબ્યુ કરવાનો મોકો મળ્યો. ત્યારે હવે રાનુનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય છેકે સ્ટાર બન્યા પછી રાનુ બદલાઇ ગઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોશિયલ મીડિયા પર રાનુનો લેટેસ્ટ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કોઇ ગીતનો નથી, પરંતુ રાનુને મળવા આવેલી એક મહિલા ફેનનો છે. આ વીડિયોમાં રાનુ એક સુપર માર્કેટમાં ખરીદી કરી રહી છે. આ વખતે એક મહિલા પાછળથી આવીને રાનુ સાથે સેલ્ફી લેવાની વાત કરે છે. આ વાતને લઇ રાનુને ગુસ્સો આવી ગયો. “રાનુએ મહિલાને કહ્યું આવું કરવાનો શું મતલબ છે.” મહિલા ફેનના અડતાની સાથે જ રાનુ ભડકી ગઇ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાનુનો આ વીડિયો જોઇ ફેન્સ નારાજ થઇ ગયા છે. સૌ કોઇ રાનુના આ વર્તનને ખરાબ ગણાવી રહ્યા છે. અનેક લોકોનું કહેવું છે સ્ટાર બન્યા પછી રાનુ બદલાઇ ગઇ છે. રાનુના તેવર પણ બદલાઇ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો