98 વર્ષીય Dilip Kumar ની ફરી તબિયત લથડી, અભિનેતાને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ

|

Jun 06, 2021 | 11:34 AM

દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ માહિતી તેમની પત્ની અને પીઢ અભિનેત્રી સાયરા બાનુએ આપી છે.

98 વર્ષીય Dilip Kumar ની ફરી તબિયત લથડી, અભિનેતાને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ
દિલીપ કુમાર (File Image)

Follow us on

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. દિલીપ કુમારની તબિયત ફરી એકવાર કથળી છે. અભિનેતાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ માહિતી તેમની પત્ની અને પીઢ અભિનેત્રી સાયરા બાનુએ આપી છે.

સમાચાર સંસ્થા સાથે વાત કરતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનુએ કહ્યું હતું કે અમે હોસ્પિટલથી ઘર આવી ગયા છીએ. દિલીપ કુમારની તબિયત હમણા સ્થિર છે. સાયરાએ દિલીપ કુમારની સારી તબિયત માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. બાદમાં જણાવવામાં આવ્યું કે રૂટીન ચેકઅપ માટે દિલીપ કુમારને હોસ્પિટલ લઇ જવાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સાયરા બાનુએ કહ્યું હતું કે ભગવાનની કૃપાથી જો બધુ બરાબર રહે છે તો અમે રવિવારે જ હિન્દુજા નોન કોવિડ હોસ્પિટલથી દિલીપ કુમાર સાથે ઘરે જઈશું. તેમને કહ્યું કે મુંબઈમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે કોઈ પણ કારણોસર હોસ્પિટલમાં જવું જોખમી છે. આશા છે કે દિલીપ કુમાર સ્વસ્થ થઈ જશે અને જલ્દીથી સલામત રીતે પોતાના ઘરે પાછા જશે. દિલીપ કુમારની તબિયત જોઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત અનુભવાઈ. ડોકટરો નિયમિતપણે તેની તપાસ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે દિલીપ કુમારની ઉંમર 98 વર્ષ છે. તેમની તબિયત હમણાં વારંવાર બગડી રહી છે. આ સમયે હિન્દુજા હોસ્પિટલમાં ડોક્ટર જલીલ પાર્કર તેમની સારવાર કરી રહ્યા છે. ગયા મહીને જ અહેવાલ આવ્યા હતા કે તબિયત લથડતા દિલીપ કુમારને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ડોકટરોની દેખરેખમાં તેમની સારવાર થઇ રહી હતી. જોકે એ સમયે તેમને જલ્દી જ ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સ્વસ્થ સ્થિર હતું. આજે ફરીથી તેઓની તબિયત લથડવાના સમાચાર સામે આવ્યા છે.

 

આ પણ વાંચો: Video: તારક મહેતાની જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલીનો વિડીયો વાયરલ, તળાવમાં આ અંદાજમાં લગાવી ડૂબકી

આ પણ વાંચો: “હું પરેશાન થઇ ગયો છું” સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટ લખીને ગાયબ થઇ ગયો આ ફેમશ રૅપર, શોધખોળ શરુ

Published On - 11:34 am, Sun, 6 June 21

Next Article