Dilip Kumar Secret Marriage : લગ્નના 16 વર્ષ બાદ દિલીપ કુમારે કર્યા હતા અસમા રેહમાન સાથે લગ્ન, ખૂબ ગુસ્સે થયા હતા સાયરા બાનો

|

Jul 07, 2021 | 4:39 PM

આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે દિલીપ કુમારે (Dilip Kumar) સાયરા બાનો (Saira Banu) થી છુપાઈને અસમા સાથે શા માટે લગ્ન કર્યા હતા.

Dilip Kumar Secret Marriage : લગ્નના 16 વર્ષ બાદ દિલીપ કુમારે કર્યા હતા અસમા રેહમાન સાથે લગ્ન, ખૂબ ગુસ્સે થયા હતા સાયરા બાનો
Saira Banu, Dilip Kumar

Follow us on

દિલીપ કુમાર (Dilip Kumar) અને સાયરા બાનો (Saira Banu) ના પ્રેમનું ફિલ્મ ઉદ્યોગમાં ઉદાહરણ આપવામાં આવે છે. સાયરા દિલીપકુમાર કરતા 22 વર્ષ નાના છે, પરંતુ બંનેએ ઉંમરને ક્યારેય તેમના પ્રેમની વચ્ચે આવવા દિધી ન હતી. દિલીપકુમાર સાયરાને ઘણો પ્રેમ કરતા હતા, પરંતુ લગ્નના 16 વર્ષ પછી તેમણે એક એવું પગલુ ભર્યું જેનાથી સાયરા બાનોનું દિલ ટુટી ગયું હતું. દિલીપકુમાર સાયરા બાનોને તેમના જીવ કરતા વધારે ઇચ્છતા હતા, પરંતુ તેમણે ગુપ્ત રીતે પાકિસ્તાની બ્યૂટી અસમા રેહમાન સાથે લગ્ન કર્યા હતા.

તે 80 ના દાયકાની વાત છે જ્યારે દિલીપ કુમારના બીજા લગ્ન વિશે બધે ચર્ચા થઈ હતી, પરંતુ ટ્રેજેડી કિંગ હંમેશા આ અહેવાલોને નકારી હતી. જોકે, ઘણા વર્ષો પછી દિલીપ કુમારે તેમના બીજા લગ્ન અંગે મૌન તોડ્યું હતું અને લગ્નને તેમની મોટી ભૂલ ગણાવી હતી. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ કુમારે હૈદરાબાદમાં અસમા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા પછી દિલીપકુમાર તેમને તેમના પાલી હિલ વાળા બંગલા પર લઈ આવ્યા હતા. ઘણા દિવસો સુધી અસમા ત્યાં રોકાઈ, પણ સાયરા બાનોને આ વાતની ખબર ન હતી.

બીજા લગ્નના સમાચારથી ગુસ્સે થઈ ગયા હતા સાયરા બાનો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પડોશીઓ સુધી દિલીપ કુમારની બીજી પત્નીની વાત પહોંચી ત્યારે આ સમાચાર મીડિયા સુધી પહોંચવામાં લાંબો સમય લાગ્યો નહીં. એક અહેવાલ મુજબ દિલીપ કુમારના બીજા લગ્નની ચર્ચા બધે જ થવા લાગી. દરેક જણ જાણવા માગતા હતા કે દિલીપ કુમારે બીજી વાર લગ્ન કોની સાથે કર્યા અને શા માટે? દિલીપ કુમારને જ્યારે પણ આ લગ્ન વિશે પૂછવામાં આવતું ત્યારે તેઓ ના પાડી દેતા હતા. મામલો જોર પકડતો હતો. આ વાત સાયરા બાનોના કાન સુધી પહોંચી ત્યારે તે ગુસ્સે થઈ ગયા.

સાયરા બાનોએ જ્યારે દિલીપ કુમારને આ વિશે પૂછ્યું તો પહેલા તેમણે ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં તેમણે સત્ય જણાવી દિધુ હતું. એવું કહેવામાં આવે છે કે સાયરા બાનોએ દિલીપ કુમારને અસમાને પાકિસ્તાન પાછા મોકલવા કહ્યું હતું.

આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે દિલીપ કુમારે સાયરા બાનોથી છુપાઈને અસમા સાથે શા માટે લગ્ન કર્યા. લગ્નના ઘણા વર્ષો પછી પણ દિલીપકુમાર અને સાયરા બાનોને કોઈ સંતાન થયું નહીં. જો કે, એવું નથી કે આ ખુશી તેમના જીવનમાં ક્યારેય આવી ન હતી, પરંતુ નસીબે આ ખુશીને લાંબા સમય સુધી ટકવા દિધી નહીં. આ તે સમયની વાત હતી જ્યારે સાયરા લગ્ન પછી પણ કામ કરતા હતા અને તેમનો સ્ટારડમ આકાશને સ્પર્શતો હતો.

બાળકની ઈચ્છા માટે કર્યા હતા બીજા લગ્ન

સાયરાના હાથમાં ઘણા પ્રોજેક્ટ્સ હતા. તે દરમિયાન, સાયરા બાનો ગર્ભવતી થયા, તેથી દિલીપ કુમારની ખુશીની કોઈ મર્યાદા નહોતી. દિલીપ કુમાર ઈચ્છતા હતા કે ગર્ભાવસ્થા દરમિયાન સાયરા ફિલ્મો ન કરે. પરંતુ સાયરા બાનો તેમની પ્રતિબદ્ધતામાં પાક્કા હતા, તેથી તેમણે કામ કરવાનું શરુ રાખ્યું. પરંતુ તેમણે દિલીપ કુમારને ખાતરી આપી હતી કે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખશે.

એવું કહેવામાં આવે છે કે નસીબમાં જે હોઈ છે, તે તમને મળે છે. તેનાથી વધુ કે ઓછું નહીં. દિલીપકુમાર અને સાયરા બાનુનું ભાગ્ય પણ એવું જ નીકળ્યું. કદાચ બંનેના જીવનમાં બાળકની ખુશી લખાઈ ન હતી.

એકવાર શૂટિંગ દરમિયાન સાયરાની તબિયત લથડતાં તેમનું મિસકૈરેજ થયું હતું. આ સમાચાર જ્યારે દિલીપ કુમારને મળ્યા તો તે તૂટી ગયા. આ સમાચાર સાંભળ્યા પછી, તેઓ ખૂબ રડ્યો, જાણે બધું તેના હાથમાંથી નીકળી ગયું હોય. એવું કહેવામાં આવે છે કે દિલીપ કુમારે બાળકની ખુશી મેળવવા માટે અસમા રેહમાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે પણ આ ખુશી તેમની પાસેથી મેળવી શક્યા ન હતા.

Next Article