Dilip Kumar Heath Update: વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ છે દિલીપકુમાર

Tragedy King મે મહિનામાં પણ દિલીપ કુમારને આરોગ્યના કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી અને પરીક્ષણો કરાયા હતા. જોકે, તેમને જલ્દીથી રજા આપવામાં આવી હતી.

Dilip Kumar Heath Update: વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ છે દિલીપકુમાર
Dilip Kumar
| Edited By: | Updated on: Jul 01, 2021 | 1:14 PM

હિન્દી સિનેમાના દિગ્ગજ અને વરિષ્ઠ અભિનેતા દિલીપ કુમાર ફરી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમાર મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. એક મહિનામાં તેમને બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે દિલીપ કુમારના નજીકના મિત્ર ફૈઝલ ફારૂકીએ તેમની તબિયત વિશે માહિતી આપી છે.

ફૈઝલ ​​ફારૂકીએ સોશિયલ મીડિયા દ્વારા દિગ્ગજ અભિનેતાની તબિયત વિશે જણાવ્યું છે. તેમણે દિલીપ કુમારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું છે. ફૈઝલ ​​ફારૂકીએ પોતાના ટ્વિટમાં કહ્યું, ‘દિલીપ કુમારને વય સંબંધિત સમસ્યાઓના કારણે હિન્દુજા હોસ્પિટલમાં ખારમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપ સાહેબની ઉંમર 98 વર્ષની છે, જેના કારણે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાહેબ તમારા પ્રેમ અને પ્રાર્થનાની સરહાના કરે છે.

 

સોશિયલ મીડિયા પર ફૈઝલ ​​ફારૂકીનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેતાના ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સઓ ટ્વીટ કરી તેમને ઝડપથી ઠીક થવાની કામનાઓ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફૈઝલ ફારૂકીએ કહ્યું છે કે દિલીપકુમારની તબિયત સ્થિર છે. એક સમાચાર મુજબ, બુધવારે દિલીપકુમારના ડો.જલીલ પાર્કરે જણાવ્યું છે કે હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે. આ સિવાય ડોક્ટરે બીજું કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે.

દિલીપકુમારને ગઈ 6 જૂને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માહિતી દિલીપકુમારના પરિવારના મિત્ર ફૈઝલ ફારૂકીએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘દિલીપ સાહેબ તમારા પ્રેમ, સ્નેહ અને પ્રાર્થનાને કારણે હોસ્પિટલથી ઘરે જઈ રહ્યા છે.’ આ સાથે, તેમણે ભગવાન અને ડોક્ટરો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

જો કે, 11 જૂને દિલીપકુમારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમનું જલ્દી ઠીક થવાની પ્રાથના તેમના ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડના સેલેબ્સ પણ માંગી કહ્યા હતા. 98 વર્ષીય દિલીપકુમારની તબિયત ઘણી વાર બગડે છે.

મે મહિનામાં પણ દિલીપ કુમારને આરોગ્યના કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી અને પરીક્ષણો કરાયા હતા. જોકે, તેમને જલ્દીથી રજા આપવામાં આવી હતી. એક વાતચીતમાં દિલીપકુમારની પત્ની સાયરા બાનુએ કહ્યું હતું કે અમે હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છીએ. બધું બરાબર છે. તમારી પ્રાર્થનાઓમાં સાહબ (દિલીપકુમાર) ને યાદ કરો. બાદમાં કહેવામાં આવ્યું કે દિલીપકુમારને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બે દિવસ રોકાયા હતા.