
ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર દિલીપ જોશીએ જેઠાલાલના પાત્રથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તે છેલ્લા ઘણા સમયથી તેમના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. આ શો પહેલા દિલીપ જોશી અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ત્યારે ફિલ્મોમાં કામને લઈને હવે અભિનેતાએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે કે કેવી રીતે તેમણે ફિલ્મમાં તેમની ભૂમિકા માટે વજન ઘટાડ્યું હતુ.
મીડિયા રિપોર્ટ મુજબ એક ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ કહ્યું, ‘મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી. તેનું નામ હુન હુંશી હુંશીલાલ હતું. તે ફેસ્ટિવલ ટાઇપની ફિલ્મ હતી, જેમાં 35-36 ગીતો હતા. તે રાજકીય વ્યંગ્ય પ્રકારની ફિલ્મ હતી. ત્યારે આ ફિલ્મના રોલ માટે મારે 16 કિલો વજન ઘટાડવું પડ્યું. જે અંગે કેવી રીતે તે વજન ઘટાડ્યું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
દિલીપ જોશીએ વધુમાં જણાવ્યું કે તે સમયે તે કામ કરતો હતો અને ફિલ્મમાં તેના રોલની તૈયારી પણ કરતો હતો. તેમણે કહ્યું, ‘તે દિવસોમાં હું મારું સ્કૂટર પાર્ક કરતો હતો અને પછી સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલ્યા પછી, હું વરસાદમાં મરીન ડ્રાઇવ પરની ઓબેરોય હોટેલ સુધી આખો રસ્તો જોગિંગ કરતો હતો અને જોગિંગ કરીને પાછો જતો હતો. તેમાં 45 મિનિટનો સમય લાગતો હતો. આ રીતે મેં દોઢ મહિનામાં મારું 16 કિલો વજન ઘટાડ્યું હતું. અભિનેતાએ વધુમાં કહ્યું કે મજાની વાત એ છે કે હળવો વરસાદ પડી રહ્યો હતો. સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને સુંદર વાદળો, ખૂબ સરસ લાગ્યું.
દિલીપ જોશીએ આપેલ ઈન્ટરવ્યૂમાં તે પણ જણાવ્યું કે તેઓ એક્ટર બનતા પહેલા પાંચ વર્ષ ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું હતું. અભિનેતાએ કહ્યું, “મારા જીવનમાં એક એવો તબક્કો હતો જ્યારે હું ટ્રાવેલ એજન્સીમાં કામ કરતો હતો. 1985 થી 1990 સુધી, તે એક નિત્યક્રમ હતો: સવારે 9 વાગ્યે ઓફિસ જવાનું અને રાત્રે 9 વાગ્યે પાછા આવવું.” દિલીપે કહ્યું કે તેણે ટ્રાવેલ બિઝનેસ છોડી દીધો કારણ કે તે માત્ર એક્ટિંગ પર ફોકસ કરવા માંગતો હતો.
Published On - 9:30 am, Wed, 17 May 23