બોલીવુડ અભિનેતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું હતુ. અભિનેતાના મૃત્યુ પછી, સમાચારે સનસનાટી મચાવી હતી કે સતીશ દિલ્હીમાં જ્યાં રોકાયા હતા તે ફોર્મ હાઉસમાંથી કેટલીક શંકાસ્પદ દવાઓ મળી આવી હતી. આ પછી મામલાની તપાસ કરવામાં આવી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે સતીશ કૌશિકનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. હવે મામલો થાળે પડ્યો હતો કે ત્યાં સુધી બીજા મોટા સમાચારે સામે આવ્યા છે.
સતિશ કૌશિકના મિત્ર વિકાસ માલુ કે જેમના ફાર્મ હાઉસમાં હોળીની પાર્ટી થઈ હતી તેની પત્ની સાનવી માલુએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેને સતીશ કૌશિકના મૃત્યુ માટે 15 કરોડ રૂપિયા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
સતીશ કૌશિકના મૃત્યુને લઈને લોકો પુછી રહ્યા છે કે, શું ખરેખર તેમના મિત્ર એ જ તેમની હત્યા કરી છે જેને લઈને હવે વિકાસે પણ મૌન તોડીને પ્રતિક્રિયા આપી છે. વિકાસ માલુએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં સતીશ કૌશિક અને અન્ય સાથી મિત્રો સાથે હોળીનો ફોટો શેર કર્યો છે. તેમજ હોળી પાર્ટીમાં સતીશને જોરદાર ડાન્સ કરતો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે ખુબ જ ખુશ લાગી રહ્યા છે. આ સાથે વિકાસે કહ્યું છે કે સતીશ કૌશિક તેના ખૂબ જૂના મિત્ર હતા અને તેમના મૃત્યુ પર તેઓ તેમને ખૂબ જ મિસ કરી રહ્યા છે.
વિકાસે લખ્યું- સતીશજી છેલ્લા 30 વર્ષથી મારા પરિવારનો હિસ્સો છે અને તેમની સાથે મારું નામ બદનામ કરવામાં આ દુનિયાને એક મિનિટ પણ નથી લાગી. આ સુંદર ઉજવણી પછી જે અકસ્માત થયો તેની ઊંડાઈ સમજવી ખૂબ જ મુશ્કેલ છે. મારું મૌન તોડીને હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈપણ આફત પર કોઈનું નિયંત્રણ નથી. મારા આ ID દ્વારા હું મીડિયા સાથે જોડાયેલા તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ દરેકની ભાવનાઓનું સન્માન કરે. આપણા ભવિષ્યની દરેક આવનારી ઉજવણીમાં સતીશ કૌશિકજીને મિસ કરવામાં આવશે.
જણાવી દઈએ કે વિકાસ માલુ સતીશ કૌશિકના ખાસ મિત્ર રહ્યા છે. તે દિલ્હી સ્થિત બિઝનેસમેન છે અને તે કુબેર ગ્રુપના ડાયરેક્ટર છે. વિકાસ પર આરોપ મૂકનાર સાનવી માલુ તેની બીજી પત્ની છે. હાલ આ મામલાની વાત કરીએ તો સતીશ કૌશિકના મોતના મામલામાં વિકાસ માલુની પત્નીએ લગાવેલા આરોપોની તપાસ કરવામાં આવશે. દક્ષિણ પશ્ચિમ જિલ્લાના અધિકારીને સમગ્ર મામલાની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે, પોલીસ મહિલાને તેનું નિવેદન રેકોર્ડ કરવા માટે પણ બોલાવશે.
Published On - 2:01 pm, Sun, 12 March 23