વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કેલ’ (Ae Dil Hai Mushkil) પછી કરણ જોહર (Karan Johar) લગભગ પાંચ વર્ષ પછી તેમની આગામી ફિલ્મ ‘તખ્ત’ (Takht)ની સાથે ફરી એક વાર દિગ્દર્શન સંભાળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે કરણ જોહરના ડ્રીમ પ્રોજેક્ટ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે સાંભળીને કરણના ચાહકોને ઝટકો લાગી શકે છે.
શું ડબ્બામાં બંધ થઈ તખ્ત?
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ તખ્ત વિવાદિત મુગલ ઈતિહાસ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મનું બજેટ પણ ખૂબ વધારે હતું. તે એક શક્તિશાળી અને ખર્ચાળ હિસ્ટોરિકલ કોસ્ટ્યૂમ ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ (Fox Star Studios)ના સહયોગથી કરી રહ્યા હતા.
પરંતુ કેટલાક કારણોને લીધે ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝે ફિલ્મ ‘તખ્ત’ સાથેના તેમના બધા સંબંધોને તોડી નાખ્યા, કદાચ તેનું એક કારણ એ પણ હોઈ શકે કે આર્થિક નુકસાનને ધ્યાનમાં લેતા કરણ જોહર તખ્ત અત્યારે બનાવી રહ્યા નથી. તે જ સમયે, એવી અટકળો પણ કરવામાં આવી રહી છે કે તેમની અન્ય મોંઘી ફિલ્મો બ્રહ્માસ્ત્ર અને લાઈગર, જે પ્રોડક્શનના તબક્કે છે, તેમની રિલીઝની રાહ જોઈ રહ્યા છે અને આ બંને નહીં પણ બીજી ફિલ્મો જેવી કે દોસ્તાના 2, જુગ જુગ જિયો અને શકુન બત્રાની આવનારી ફિલ્મ પણ તેના છેલ્લા સ્ટોપ પર છે. આવી સ્થિતિમાં તખ્ત શરૂ કરવું યોગ્ય નથી.
તખ્તને લઈને થયો હતો વિવાદ
તાજેતરમાં જ ફિલ્મના લેખક હુસેન હૈદરીએ હિન્દુઓ પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ પછી સોશિયલ મીડિયા પર ફિલ્મ સંદર્ભે બાયકોટ તખ્ત ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
તખ્ત છે મલ્ટી સ્ટારર ફિલ્મ
કરણ જોહરે આ ફિલ્મ માટે બોલિવૂડના મોટા સ્ટાર્સની પસંદગી કરી હતી. જેમાં રણવીર સિંહ, વિક્કી કૌશલ, અનિલ કપૂર, કરીના કપૂર, જાનવી કપૂર, ભૂમિ પેડનેકર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું મોશન પોસ્ટર ઘણા સમય પહેલા રિલીઝ થઈ ચુક્યું છે. ફિલ્મની વાર્તા મોગલ શાસક ઔરંગઝેબ અને તેના ભાઈ દારા શિકોહની હતા. આ ફિલ્મમાં રણવીરસિંહ દારા શિકોહ અને વિક્કી કૌશલ ઔરંગઝેબની ભૂમિકામાં જોવા મળવાના હતા.
રોકી ઔર રાની કી પ્રેમ કહાનીથી કરી રિપ્લેસ
કરણ જોહરે તાજેતરમાં જ તેમની લવ સ્ટોરી આધારિત ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની જાહેરાત કરી હતી, જેની સાથે કરણ પુરા 5 વર્ષ પછી એક વાર ફરી દિગ્દર્શનની જવાબદારી સંભાળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સાથે જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ મહત્વની ભૂમિકા ભજવશે. કરણ આ ફિલ્મનું શૂટિંગ આગામી કેટલાક મહિનામાં શરૂ કરશે.