દીપિકાએ પતિ રણવીર સિંહને કર્યો ઈગ્નોર? ફેન્સે કહ્યું- બંને વચ્ચે ઝઘડો થયો લાગે છે, જુઓ VIDEO

તમે વીડિયોમાં જોઈ શકો છો કે દીપિકા કારમાંથી નીચે ઉતરે છે કે તરત જ રણવીર તેનો હાથ પકડવા માટે હાથ લંબાવે છે. જ્યારે દીપિકા ધ્યાન આપતી નથી અને તેની સાડી પકડીને આગળ વધતી જોવા મળી રહી છે. જુઓ VIDEO

દીપિકાએ પતિ રણવીર સિંહને કર્યો ઈગ્નોર? ફેન્સે કહ્યું- બંને વચ્ચે ઝઘડો થયો લાગે છે, જુઓ VIDEO
Deepika Padukone
| Edited By: | Updated on: Mar 25, 2023 | 4:53 PM

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જ્યારે પણ ક્યાંક જાય છે ત્યારે તેઓ પોતાની કેમેસ્ટ્રીથી ફેન્સનું દિલ જીતી લે છે. ચાહકો પણ આ પ્રિય કપલને વારંવાર જોવા માંગે છે. તાજેતરમાં, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ‘ઇન્ડિયન સ્પોર્ટ્સ નાઇટ્સ’ ઓનર એવોર્ડમાં હાજરી આપવા પહોંચ્યાં હતા જ્યાં રણવીર દીપિકાનો હાથ પકડવા માટે તેનો હાથ આગળ કરે છે, પરંતુ દીપિકા તેને ઈગ્નોર કરી રહી હોય તેમ જણાય રહ્યું છે.

 એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોચ્યું કપલ

ઈવેન્ટમાં હાજરી આપવા પહોચેલા દીપિકા અને રણવીરની સાથે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં ત્રણેય ઈવેન્ટમાં હાજરી આપવા આવ્યા છે. લાંબા સમય પછી પ્રકાશ પાદુકોણને જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. પણ આ સમયે દીપિકા રણવીરને ઈગ્નોર કરી રહી હોય તેમ જણાય રહ્યુ છે. જ્યારે રણવીર તેનો હાથ પકડવા હાથ આગળ કરે છે તેમ છત્તા દીપિકા બેધ્યાન હોય તે રીતે તેની સાડી પકડીને ચાલતી જોવા મળી રહી છે.

વીડિયો થયો વાયરલ

માનવ મંગલાનીના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રણવીર સિંહ પહેલાથી જ બહાર ઉભો છે, ત્યારબાદ દીપિકા કારમાંથી નીચે ઉતરે છે. આ પછી, પ્રકાશ પાદુકોણ પણ દીકરી અને જમાઈ સાથે ઈવેન્ટમાં જવા લાગે છે. આ વીડિયોને થોડા જ સમયમાં હજારો લાઈક્સ આવી ગયા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું કે, “દીપિકાએ રણવીર સિંહને કેવી રીતે નજરઅંદાજ કર્યો”. તો જ્યારે બીજાએ લખ્યું, “બિચારો રણવીર હાથ પકડવા માંગતો હતો”. તો ત્યાં બીજાએ લખ્યું છે કે, “એવું લાગે છે કે બંને વચ્ચે ઝઘડો થયો છે”.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

તમે વીડિયોમાં જોઈ શકો છો કે દીપિકા કારમાંથી નીચે ઉતરે છે કે તરત જ રણવીર તેનો હાથ પકડવા માટે હાથ લંબાવે છે. જ્યારે દીપિકા ધ્યાન આપતી નથી અને આગળ વધે છે. વેલ લોકો જે ઈચ્છે તે કહે, પરંતુ દીપિકાએ ડાબા હાથે સાડી પકડેલી જોઈને તેણે રણવીરનો હાથ ન પકડ્યો. ત્યારે આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘એવું લાગે છે કે દીપિકા અને રણવીર સિંહ વચ્ચે આજે આ ઈવેન્ટ પહેલા ઝઘડો થયો લાગે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘દીપિકા એક અલગ વ્યક્તિત્વ ધરાવતી છોકરી છે, તેને કોઈ પુરુષનો હાથ પકડવાની જરૂર નથી.