
આ સાથે, દીયાએ તેમની પોસ્ટમાં બીચવેર માટે ડિઝાઇનરનો આભાર માન્યો છે. વૈભવ રેખી દ્વારા તસવીરો ક્લિક કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

દીયાની આ તસવીરો લોકોને પસંદ આવી રહી છે. તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

દિયા મિર્ઝા અને વૈભવ રેખીના લગ્નમાં બહુ લોકો નહોતો. લગ્નમાં ફક્ત 50 જેટલા લોકો હાજર રહ્યા હતા. બંનેના પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે લગ્નની વિધિ કરવામાં આવી હતી.

વૈભવ રેખી અને દિયા મિર્ઝા બંનેના આ બીજા લગ્ન છે. વૈભવના પહેલા લગ્ન યોગ ઇન્સ્ટ્રકટર સુનૈના રેખી સાથે થયા હતા. વૈભવને એક પુત્રી પણ છે.

તે જ સમયે, દીયા અગાઉ સાહિલ સાંગા સાથે 11 વર્ષ રિલેશનશિપ અને 5 વર્ષ લગ્ન જીવન પસાર કરી ચૂકી છે. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા.