સુફી સંત શેખ સલીમ ચિશ્તીની ભૂમિકામાં જોવા મળ્યા ધર્મેન્દ્ર, ફર્સ્ટ લૂકથી આશ્ચર્યચકિત થયા ફેન્સ

ધર્મેન્દ્ર ઝી 5ની મૂળ શ્રેણી 'તાજ ડિવાઈડેડ બાય બ્લડ'માં સૂફી સંત સલીમ ચિશ્તીના પાત્રમાં જોવા મળશે. તેમણે આ સીરિઝમાંથી પોતાનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. સૂફી સંતના રોલમાં ધર્મેન્દ્રને ઓળખવા ખરેખર મુશ્કેલ છે.

સુફી સંત શેખ સલીમ ચિશ્તીની ભૂમિકામાં જોવા મળ્યા ધર્મેન્દ્ર, ફર્સ્ટ લૂકથી આશ્ચર્યચકિત થયા ફેન્સ
Dharmendra seen in role of Sufi saint Sheikh Salim Chishti
| Edited By: | Updated on: Feb 15, 2023 | 5:02 PM

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ 87 વર્ષની ઉંમરે પોતાના અભિનયના જુસ્સાથી બધાને ચોંકાવી દીધા છે. ધર્મેન્દ્ર ઝી 5ની ઓરિજીનલ સિરિઝ ‘તાજ ડિવાઈડેડ બાય બ્લડ’માં સૂફી સંત સલીમ ચિશ્તીના પાત્રમાં જોવા મળશે. તેમણે આ સીરિઝમાંથી પોતાનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. સૂફી સંતના રોલમાં ધર્મેન્દ્રને ઓળખવા ખરેખર મુશ્કેલ છે.

લાંબી સફેદ દાઢી, ખભા પર શાલ અને માથા પર પાઘડી પહેરીને બેઠા હોવાનો ધર્મેન્દ્રનો લુક સામે આવ્યો છે. આ લુક જોઈને દરેક લોકો ધર્મેન્દ્રના વખાણ કરી રહ્યા છે. સિરીઝમાંથી પોતાનો લુક શેર કરતા ધર્મેન્દ્રએ ટ્વિટર પર લખ્યું, “મિત્રો, હું તાજ ફિલ્મમાં સૂફી સંત શેખ સલીમ ચિશ્તીનું પાત્ર ભજવી રહ્યો છું. એક નાનું પાત્ર છે પણ મહત્વનું છે.

https://twitter.com/aapkadharam/status/1625702021386080263?s=20&t=LofaXP4WNYBKEU6mkA-3HA

નસીરુદ્દીન શાહ અકબરની ભૂમિકામાં

મુઘલ સામ્રાજ્યની આંતરિક બાબતો અને તાજ અને તખ્ત વચ્ચેના ઝઘડાની આસપાસ બનેલી આ શ્રેણીમાં ધર્મેન્દ્ર એક નાનું પણ મહત્ત્વનું પાત્ર ભજવવાના છે. સિરીઝમાં નસીરુદ્દીન શાહ મુઘલ બાદશાહ અકબરનું પાત્ર ભજવશે, જે પોતાના અનુગામીની શોધમાં છે. આ સિરીઝ મુઘલ સામ્રાજ્ય દરમિયાન બનેલી સાચી ઘટનાઓ પર આધારિત હશે.

કોણ હતા શેખ સલીમ ચિશ્તી?

શેખ સલીમ ચિશ્તી ફતેહપુર સીકરીના રહેવાસી હતા. મુઘલ બાદશાહ અકબર સૂફી સંત સલીમ ચિશ્તી પાસે ગયા અને તેમને પુત્ર માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. એવું કહેવાય છે કે તેણે પ્રાર્થના કરી અને અકબરને એક પુત્ર થયો, જેનું નામ તેણે સૂફી સંતના નામ પરથી સલીમ (જહાંગીર) રાખ્યું.

આ સિરીઝ Zee5 પર રિલીઝ થશે

આ સીરીઝ કોન્ટિલોઈ ડિજિટલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને તે OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થશે. સિરીઝમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અનારકલીના રોલમાં જોવા મળશે. તેમના સિવાય આશિમ ગુલાટી પ્રિન્સ સલીમ બનશે. આ સિવાય તાહા શાહ પ્રિન્સ મુરાદના રોલમાં, શુભમ કુમાર મહેરા પ્રિન્સ દાનિયાલના રોલમાં, સંધ્યા મૃદુલ રાની જોધા બાઈના રોલમાં, ઝરીના વહાબ રાની સલીમાના રોલમાં જોવા મળશે. આમાં રાહુલ બોસ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

લેજન્ડ્રી એક્ટર ધર્મેન્દ્ર 87 વર્ષની વયે પણ વેબ સિરીઝની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છે. ત્યારે તેમની આ સિરીઝનો   તેનો ફર્સ્ટ લુક સામે આવતા ફેન્સ ખુશ થઈ ગયા છે.