Happy Birthday Dharmendra : બોલીવુડની ડ્રિમગર્લ સાથેની પહેલી મુલાકાતમાં જ ધર્મેન્દ્રને થઇ ગયો હતો પ્રેમ, જાણો બર્થડે પર જાણી-અજાણી વાતો

|

Dec 08, 2021 | 7:12 AM

બોલિવૂડના એવરગ્રીન એક્ટર ધર્મેન્દ્ર (Dharmendra) આજે તેમનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો જાણીએ તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેમની સાથે જોડાયેલી વાતો.

Happy Birthday Dharmendra : બોલીવુડની ડ્રિમગર્લ સાથેની પહેલી મુલાકાતમાં જ ધર્મેન્દ્રને થઇ ગયો હતો પ્રેમ, જાણો બર્થડે પર જાણી-અજાણી વાતો
Happy Birthday Dharmendra

Follow us on

હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર (Dharmendra ) આજે બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. એક્ટર આજે પોતાનો 86મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાછે. ધર્મેન્દ્રએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ધર્મેન્દ્રને પદ્મ ભૂષણ એવોર્ડથી (Padma bhusan Award) સન્માનિત કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્રએ એક્શન હીરોથી લઈને લવર બોય સુધીના તમામ પાત્રો ભજવ્યા છે. અભિનેતાને હીમેન કહેવામાં આવે છે. આજે તેમના બર્થડેના ખાસ અવસર પર જાણીએ તેમની સાથે જોડાયેલી વાતો.

ધર્મેન્દ્રએ પોતાના કરિયરની શરૂઆત 1960માં ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી કરી હતી. 1960 થી 1970 ની વચ્ચે ધર્મેન્દ્રએ ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લા ત્રણ દાયકાથી હિન્દી સિનેમા જગતમાં ધર્મેન્દ્રનું વર્ચસ્વ હતું. ધર્મેન્દ્રનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે. ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાનું નામ બદલી નાખ્યું.

હેમાએ પરિણીત હોવાના કારણે આ સંબંધને ફગાવી દીધો હતો
ધર્મેન્દ્રએ 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો સની અને બોબી દેઓલ છે. ફિલ્મોમાં કામ કરતી વખતે તેની મુલાકાત હેમા માલિની સાથે થઈ હતી. 1970ના દાયકામાં ધર્મેન્દ્રનું દિલ હેમા માલિની પર આવી ગયું હતું. પરંતુ તે સમયે ધર્મેન્દ્ર પરિણીત હતો, તેથી હેમા માલિનીએ તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. ધર્મેન્દ્ર પોતાના જમાનામાં એટલા સ્માર્ટ અને સુંદર હતા કે માત્ર સામાન્ય છોકરીઓ જ નહીં પરંતુ અભિનેત્રીઓનું પણ દિલ ખોઈ બેસતી હતી. જયા બચ્ચન તેમને ગ્રીક ભગવાન માને છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ધર્મેન્દ્ર હેમા માલિનીના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેણે પોતાનો ધર્મ બદલીને તેની સાથે લગ્ન કરી લીધા. વાસ્તવમાં તેની પહેલી પત્ની છૂટાછેડા લેવા માંગતી ન હતી, તેથી તેણે હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મ બદલી નાખ્યો અને મુસ્લિમ બની ગયો અને દિલાવર ખાનને રાખ્યો અને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્ન 1979માં થયા હતા.

હેમા માલિનીએ પહેલી મુલાકાતમાં જ ધર્મેન્દ્રને પોતાનું દિલ આપ્યું હતું
એક ઈન્ટરવ્યુમાં હેમા માલિનીએ કહ્યું હતું કે, “હું અને ધર્મેન્દ્ર હજી પણ એકબીજાનું ધ્યાન રાખીએ છીએ. જે દિવસે મેં ધરમજીને જોયા મને ખબર પડી કે તે મારા માટે જ બનાવવામાં આવ્યા છે. હું મારી બાકીની જીંદગી તેની સાથે વિતાવવા માંગુ છું. હેમાએ કહ્યું કે તે જાણે છે કે ધર્મેન્દ્ર પરિણીત છે પરંતુ તેણે મીટિંગમાં પોતાનું દિલ પહેલેથી જ આપી દીધું હતું. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, હું ક્યારેય નથી ઈચ્છતી કે ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર અલગ થઈ જાય. મેં ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા. પણ હું નહોતી ઈચ્છતી કે મારા લગ્નથી કોઈને તકલીફ પડે.

આ પણ વાંચો  : PM Kisan Scheme: માર્ચ 2022 સુધી ખેડૂતોને મળશે 22 હજાર કરોડ, જાણો શું છે સમગ્ર માહિતી

આ પણ વાંચો : Bhakti : વૈવાહિક જીવનની તમામ બાધાઓ દૂર કરશે આ વિવાહ પંચમીના ઉપાય

Published On - 7:08 am, Wed, 8 December 21

Next Article