Dhanashree Vermaએ પોતાના જ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

|

Mar 17, 2021 | 4:31 PM

ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માનું (Dhanashree Verma) થોડા દિવસ પહેલા જ ગીત રિલીઝ થયું હતું. આ ગીતમાં તે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Dhanashree Vermaએ પોતાના જ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Dhanashree Verma

Follow us on

ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માનું (Dhanashree Verma) થોડા દિવસ પહેલા જ ગીત રિલીઝ થયું હતું. આ ગીતમાં તે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીતના શબ્દો હતા. ઓયે હોયે હોયે. આ વીડિયોમાં ધનશ્રી જસ્સી ગિલ સાથે જોવા મળી રહી છે. આ ગીત જસ્સી ગિલ અને સિમર કૌરે ગાયું છે. ધનશ્રી વર્મા ડોક્ટર હોવાની સાથે-સાથે કોરિયોગ્રાફર પણ છે. ધનશ્રી તેની તસ્વીર અને ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. જસી ગિલ અને ધનશ્રી વર્માનાં ‘ઓયે હોયે હોયે’ ગીત દ્વારા ફેન્સ ડાન્સ કરવા લાગ્યા છે.

 

 

તાજેતરમાં શેર કરેલા વીડિયોમાં ધનશ્રી ડેનિમ જીન્સ અને બ્લેક ટી-શર્ટ પહેરીને આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ધનશ્રીની સ્ટાઈલ ખૂબ પસંદ આવી રહી છે. ફેન્સ પણ આ વીડિયો પર રિએક્શન આપી રહ્યા છે. આ ગીતનું શૂટિંગ એક વિશાળ સેટ પર કરવામાં આવ્યું હતું અને તેનું નિર્દેશન અરવિંદ ખૈરાએ કર્યું હતું. ધનશ્રી વર્મા હાલ માલદીવમાં રજાનો આનંદ માણી રહી છે. માલદીવથી પણ ધનશ્રી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે તસ્વીર અને વીડિયો શેર કરતી જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: નીતા અંબાણી BHUમાં વિઝિટીંગ પ્રોફેસર બનશેના અહેવાલો ખોટા

Next Article