દિલ્હી હાઈકોર્ટે ‘હાથી મેરે સાથી’ના રિલીઝ પર રોક લગાવનો કર્યો ઈનકાર

|

Mar 26, 2021 | 11:36 PM

દિલ્હી હાઈકોર્ટે હિન્દી ફીચર ફિલ્મ 'હાથી મેરે સાથી' (તમિલમાં 'કાદન' અને તેલુગુમાં 'અરણ્ય' શીર્ષક)ના રિલીઝ પર રોક લગાવવાની માંગણી કરતી અરજીની સુનાવણી કરતી વખતે રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે હાથી મેરે સાથીના રિલીઝ પર રોક લગાવનો કર્યો ઈનકાર
Hathi Mere Sathi

Follow us on

દિલ્હી હાઈકોર્ટે હિન્દી ફીચર ફિલ્મ ‘હાથી મેરે સાથી’ (તમિલમાં ‘કાદન’ અને તેલુગુમાં ‘અરણ્ય’ શીર્ષક)ના રિલીઝ પર રોક લગાવવાની માંગણી કરતી અરજીની સુનાવણી કરતી વખતે રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો. આ અરજી ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવી હતી. મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીએ કોઈપણ મીડિયા પ્લેટફોર્મ જેમ કે સિનેમા ગૃહો, ઓટીટી વગેરે પર રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. એવો આરોપ છે કે આ ફિલ્મ વાદીના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક/બ્રાન્ડ ‘ડીઆરએલ’નું ઉલ્લંઘન કરી રહી છે.

 

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ સોલોમન દ્વારા કર્યું છે અને તેમાં રાણા દગ્ગુબાતી, પુલકિત સમ્રાટ, શ્રિયા પિલગાંવકર, ઝોયા હુસૈન અને વિષ્ણુ વિશાલ છે. દેશના કેટલાક રાજ્યોમાં કોવિડ-19 કેસના વધારાની અસર ફિલ્મ ઉદ્યોગ પર દેખાવા માંડી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં લોકડાઉનના ડરથી ફિલ્મ નિર્માતાઓની ચિંતા વધી ગઈ છે, જેના કારણે ફિલ્મોની રજૂઆતની તારીખ મુલતવી રાખવામાં આવી છે. રાણા દગ્ગુબતીની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ બદલાયેલી પરિસ્થિતિનો પહેલો શિકાર બની છે. ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. ફિલ્મની નવી રિલીઝ તારીખ હજી નક્કી થઈ નથી.

 

નિર્માતા કંપની ઈરોસ ઈન્ટરનેશનલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે– અમે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થયા છીએ અને પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો નથી. જ્યારે આપણે એવું વિચારવાનું શરૂ કરીએ કે બધું પાછું સામાન્ય થઈ રહ્યું છે, ત્યારે કોવિડ -19ના વધતા જતા કેસોએ ફરી ચિંતા ઉભી કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ઈરોસ ઈન્ટરનેશનલે ‘હાથી મેરે સાથી’ની રજૂઆત મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

 

તમને જણાવી દઈએ કે, હાથી મેરે સાથી 26 માર્ચે રિલીઝ થવાની હતી. જો કે, ફિલ્મના તેલુગુ અને તમિલ સંસ્કરણ 26 માર્ચે થિયેટરોમાં આવી રહ્યા છે. તેલુગુમાં આ ફિલ્મ અરણ્ય અને તમિલમાં કાદાન નામથી રજૂ થઈ રહી છે. હિન્દી સંસ્કરણને મોકૂફ રાખવા પાછળનું મોટું કારણ મહારાષ્ટ્રમાં કોવિડ -19 કેસની ચિંતાજનક પરિસ્થિતિ છે, જેના કારણે રાજ્ય સરકારે કેટલાક કડક પગલા લીધા છે. જો પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે તો મહારાષ્ટ્રમાં લોકડાઉન પણ લાદવામાં આવી શકે છે. હાથી મેરે સાથીનું દિગ્દર્શન પ્રભુ સોલોમને કર્યું છે.

 

આ પણ વાંચો: Dia Mirza – વૈભવ રેખી લગ્નના 1 મહિના પછી હનીમૂન પર પહોંચ્યા માલદિવ્સ, શેર કરી ખાસ પોસ્ટ

Next Article