અભિષેક બચ્ચનને તેમના ચાહકો વેબ સિરીઝમાં જોઈ રહ્યા છે. તેમની ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, પરંતુ તેમની ફિલ્મો ઘણાં વર્ષોથી મોટા પડદે રજૂ થઈ નથી. તે છેલ્લા ત્રણ વર્ષથી મોટા પડદાથી દૂર છે. તેમની ફિલ્મ ‘દસવી’ (Dasvi) થોડા સમયથી ઘણી ચર્ચામાં હતી. હવે તેની ફિલ્મનો પહેલો લુક રિલીઝ થઈ ગયો છે. અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા પર ફિલ્મનો પહેલો લુક શેર કર્યો છે. અભિષેક બચ્ચન ઉપરાંત યામી ગૌતમ અને નિમરત કૌર પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
અભિષેકનો દમદાર લુક પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે, જેમાં તેમણે ગોલ્ડ ઈયરીંગ પહેરી છે. તેનો લુક મસ્ત અને મનોરંજક લાગે છે, જેના કારણે ચાહકો આ ફિલ્મ અંગે રોમાંચિત અનુભવી રહ્યા છે. માનવામાં આવે છે કે આ એક સામાજિક કોમેડી ફિલ્મ હશે. ફિલ્મના પોસ્ટરને શેર કરતી વખતે અભિષેકે ટ્વિટ કર્યું હતું કે, “ગંગા રામ ચૌધરીને મળો.”
તુષાર જલોટા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. દિગ્દર્શક તરીકેની આ તેમની પહેલી ફિલ્મ છે. ફિલ્મોના નિર્માતા દિનેશ વિજાન છે, જે ‘સ્ત્રી’, ‘બાલા’ જેવી ફિલ્મના નિર્માતા પણ હતા. અહેવાલો અનુસાર, દસવીની શૂટિંગ આગ્રાની સેન્ટ્રલ જેલમાં કરવામાં આવશે. ફિલ્મની પ્રોડક્શન ટીમ આગ્રા પહોંચી ગઈ છે, જ્યાં ટીમે જેલમાં પોતાનો સેટ પણ તૈયાર કરી લીધો છે.
ફિલ્મ ‘દસવી’ વાર્તા એક દબંગ નેતાની આસપાસ ફરે છે, જે ઓછું ભણેલો છે અને જેને તેના કામ માટે જેલ થઈ જાય છે. જેલમાં, નેતાને શિસ્તનો પાઠ શીખવવામાં આવે છે. તે તેની ક્ષમતાના દમ પર જેલમાંથી દસવી પાસ કરે છે.
આ સિવાય અભિષેક બચ્ચન શાહરૂખ ખાન પ્રોડ્યુસ કરી રહેલી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ માં જોવા મળશે. ફિલ્મમાં અભિષેકની વિરુદ્ધ ચિત્રાંગદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિષેકની ફિલ્મ ‘ધ બિગ બુલ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ હર્ષદ મહેતા કૌભાંડ પર આધારિત છે. આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ, નિકિતા દત્ત અને રામ કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કુકી ગુલાટી કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા અજય દેવગન અને આનંદ પંડિત છે.