Bombay Begums વેબ સિરીઝને લઈ બાલ આયોગ કડક, વાંધાજનક દ્રશ્યો દૂર કરવા માટે નેટફ્લિક્સને ગુરુવાર સુધીનો સમય

|

Mar 17, 2021 | 7:17 PM

આયોગએ 11 માર્ચે નેટફ્લિક્સને એક નોટિસ મોકલીને શોમાં બાળકોને લગતી વાંધાજનક કંટેન્ટને કારણે પ્લેટફોર્મ પરથી તેને હટાવવા કહ્યું હતું. ઉપરાંત, નેટફ્લિક્સ પાસેથી 24 કલાકની અંદર જવાબ મંગાવવામાં આવ્યો હતો, જેનું પાલન ન કરવામાં આવે તો કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી હતી.

Bombay Begums વેબ સિરીઝને લઈ બાલ આયોગ કડક, વાંધાજનક દ્રશ્યો દૂર કરવા માટે નેટફ્લિક્સને ગુરુવાર સુધીનો સમય
Bombay Begums

Follow us on

રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) એ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સને વેબ સિરીઝ બોમ્બે બેગમ્સમાંથી વાંધાજનક દ્રશ્યોને દૂર કરવા માટે ગુરુવાર સુધીનો સમય આપ્યો છે. 8 માર્ચે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રજૂ થયેલી શ્રેણીના કેટલાક દ્રશ્યો સામે આયોગે વાંધો ઉઠાવ્યો હતો અને નેટફ્લિક્સને એક નોટિસ મોકલી હતી.

બોમ્બે બેગમ્સનું નિર્દેશન અલંકૃત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું છે. આયોગે 11 માર્ચે નેટફ્લિક્સને એક નોટિસ મોકલીને શોમાં બાળકોને લગતી વાંધાજનક સામગ્રીને કારણે પ્લેટફોર્મ પરથી તેને હટાવવા કહ્યું હતું. આ સાથે નેટફ્લિક્સ પાસેથી 24 કલાકની અંદર જ જવાબ માગ્યો હતો, જેમાં તેનું પાલન નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું – આવી સામગ્રી બાળકોના દિમાગને માત્ર દૂષિત કરશે નહીં, પરંતુ તેમને શોષણના માર્ગ પર લઈ શકે છે. નેટફ્લિક્સે બાળકો સાથે સંબંધિત કંટેન્ટના પ્રસારણમાં વિશેષ કાળજી લેવી જોઈએ. આયોગે અલ્પવયોસ્કો પર બતાવેલ કામુક અને ડ્રગ્સનાં દ્રશ્યો પર નારાજગી વ્યક્ત કરી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

હવે આયોગે આ દ્રશ્યો તાત્કાલિક વેબ સીરીઝ પરથી હટાવવા નિર્દેશ આપ્યા છે. આયોગ આ દ્રશ્યોને જેજે એક્ટ 2015, પોક્સો એક્ટ 2012 અને આઈપીસી 1860 નું ઉલ્લંઘન ગણાવ્યું છે, કારણ કે આ ફિલ્માવામાં અલ્પવયસ્કોનો ઉપયોગ કર્યો છે. નેટફ્લિક્સે તેની કાનૂની ટીમ પાસે સમય માંગ્યો હતો, ત્યારબાદ તેમને 18 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે, શ્રેણીને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તાત્કાલિક બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.

 

 

 

 

તમને જણાવી દઈએ કે, ટ્વિટર પર કેટલાક યુઝર્સએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આની ફરિયાદ બાલ આયોગમાં કરી હતી, ત્યારબાદ આયોગે નેટફ્લિક્સને નોટિસ મોકલી હતી. ફરિયાદીએ એક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો જેમાં 13 વર્ષીય બાળકને પ્રતિબંધિત પદાર્થનું સેવન કરતો બતાવાયો હતો. બોમ્બે બેગમ્સમાં, પૂજા ભટ્ટ, અમૃતા સુભાષ, શહાના ગોસ્વામી મુખ્ય ભૂમિકામાં છે.

Next Article