છવી મિત્તલ બ્રેસ્ટ કેન્સર સર્જરી બાદ ડિસ્ચાર્જ થઇ, વીડિયો શેર કરીને આપ્યા સારા સમાચાર

છવી મિત્તલ એક સફળ ટીવી અભિનેત્રી છે. છેલ્લા કેટલાક મહિનાઓ છવી માટે ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે અભિનેત્રી બ્રેસ્ટ કેન્સરનો (Breast Cancer) શિકાર હતી.

છવી મિત્તલ બ્રેસ્ટ કેન્સર સર્જરી બાદ ડિસ્ચાર્જ થઇ, વીડિયો શેર કરીને આપ્યા સારા સમાચાર
Chhavi Mital (File Photo)
| Edited By: | Updated on: May 01, 2022 | 10:13 PM

ગત તા.25 એપ્રિલે બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવનાર અભિનેત્રી છવી મિત્તલને આજે એટલે કે 1લી મેએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચારનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં છવી મિત્તલ હોસ્પિટલમાંથી ઘરે જવા માટે તૈયાર થતી જોઈ શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરતા, કેપ્શનમાં લખ્યું કે, “હવે ઘરે જવાનો સમય છે. આખરે આજે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હું આ દિવસોમાં ઘરને ખૂબ જ યાદ કરતી હતી. આખરે હું બધાને ફરીથી મળવા જઈ રહી છું.”

તાજેતરમાં, છવીએ તેની સારવાર દરમિયાન, છવીએ હોસ્પિટલના સલૂનમાં જઈને પોતાનું પેમ્પરિંગ પણ કર્યું હતું. તેણે આ વીડિયો પણ ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં છવી ગાઉન અને ફેસ માસ્ક સાથે સલૂનમાં જતી જોવા મળી રહી છે. સલૂનમાં ગયા પછી, છવીએ તેના વાળ ધોયા છે અને બ્લો-ડ્રાય પણ કર્યા છે. આ પોસ્ટની સાથે, કેપ્શનમાં લખ્યું છે, “કેટલીક મોટી વસ્તુઓ તમને નાની વસ્તુઓમાં ખુશી શોધવાનું મન કરાવે છે. મને મારી જાત પર એટલો ગર્વ થયો કે હું અહીં મારા વાળ ધોવા અને સૂકવવા માટે બેઠી છું.”

ઘણા મહિનાઓથી છવી બ્રેસ્ટ કેન્સર સામે લડતી હતી

છવીએ હંમેશા તેની બ્રેસ્ટ કેન્સરની જર્ની વિશે ખુલીને વાત કરી છે. તેણે તેના વિડિયો બ્લોગ દ્વારા દર્શકો સાથે તેના સ્વાસ્થ્યના તમામ અપડેટ્સ શેર કર્યા છે. તેણીની 6 કલાક લાંબી સર્જરી પછી, છવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરી જાહેરાત કરી કે તે હવે ‘કેન્સર મુક્ત’ છે. તેની સર્જરી પછી, તેણે તેના પતિ મોહિત હુસૈન સાથે તેના લગ્નની 17મી વર્ષગાંઠ પણ ઉજવી હતી.

પતિ મોહિતના વખાણ કરે છે

છવીએ તેના પતિ મોહિતના વખાણ કરતાં કહ્યું હતું કે તેના પિતાએ મોહિતને તેની બિમારીઓ વિશે પહેલેથી જ ચેતવણી આપી હતી. પરંતુ તેમ છતાં તે પીછેહઠ કરી ન હતી. તેણે હંમેશા ટેકો આપ્યો. છવીએ તેના પતિને હંમેશા તેની પડખે રહેવા બદલ ‘આભાર’ પણ કહ્યું.

અમે તમને જણાવી દઈએ કે, છવીના પતિ મોહિત એક સફળ નિર્દેશક છે. તેણે ઘણી સિરિયલો ડિરેક્ટ પણ કરી છે. આ કપલને અરહમ અને અરિઝા નામના બે બાળકો પણ છે.

આ પણ વાંચો – તાપસી પન્નુને જ્યારે શાહરૂખ ખાન સાથે કામ કરવાનો મોકો મળ્યો, ત્યારે પરિવારને વિશ્વાસ આવ્યો ન હતો