
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. જોકે, તેણે છેલ્લી રાત જેલમાં જ વિતાવવી પડી હતી. પણ હવે આર્યન ઘરે આવવા તૈયાર છે.

આર્યનને આવકારવા માટે શાહરૂખના ઘર મન્નતને સજાવવામાં આવી રહ્યુ છે. તેના આગમન પર આજે ખાન પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવશે.

જો કે આર્યન હજુ સુધી ઘરે પહોંચ્યો નથી, પરંતુ તેના આગમન પછી એક મોટી ઉજવણી થશે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે આર્યનને જામીન મળ્યા બાદ શાહરૂખ તમામ વકીલોને મળ્યો હતો. તે જ સમયે, અબ્રામ છત પર ગયો અને બધાને હાથ હલાવીને વેવ કર્યુ.

આર્યનને આવકારવા માટે ફેન્સ મન્નતની બહાર તૈયાર છે.

મન્નત પર ચાલતી તૈયારીઓને જોઇને લાગે છે કે આર્યન ખાનનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે.