
હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાનને ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ મળવા જઈ રહ્યો છે. વહીદા રહેમાને 60-70ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું. તેના શાનદાર અભિનય, ડાન્સ-અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે. વહીદા રહેમાન અને દેવ આનંદની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. ‘સીઆઈડી’થી લઈને ‘ગાઈડ‘ સુધી બંનેએ સાથે ઘણી શાનદાર ફિલ્મો કરી છે.
આ પણ વાંચો : BIRTHDAY SPECIAL: જયારે WAHEEDA REHMANએ અમિતાભને મારી દીધી હતી થપ્પડ, શેર કર્યો દિલચસ્પ કિસ્સો
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. અનુરાગ ઠાકુરે લખ્યું, ‘મને એ જાહેરાત કરતાં અત્યંત આનંદ અને સન્માનની લાગણી થાય છે કે વહીદા રહેમાન જીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.’
Veteran actor Waheeda Rehman declared the recipient of the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award this year
(file photo) pic.twitter.com/snegUQGr52
— ANI (@ANI) September 26, 2023
વહીદા રહેમાને તેલુગુ ફિલ્મોથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ફિલ્મોમાં વધુ આઈટમ નંબર કરતી હતી. એક દિવસ ગુરુદત્તની નજર વહીદા રહેમાન પર પડી અને તેમનું નસીબ બદલાઈ ગયું. વહીદા રહેમાનને હિન્દી ફિલ્મોમાં લાવનારા ગુરદત્ત જ હતા. વહીદા રહેમાને દેવઆનંદ સાથે ફિલ્મ CIDમાં ડેબ્યૂ કર્યું અને પછી પ્યાસા, કાગઝ કે ફૂલ, ગાઈડ, નીલ કમલ, તીસરી કસમ, રંગ દે બસંતી અને રામ ઔર શ્યામ જેવી સુપરહિટ ફિલ્મો કરી.
વહીદા રહેમાને હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વહીદા રહેમાનને રાષ્ટ્રીય પુરસ્કાર, બે વખત ફિલ્મફેર એવોર્ડ, પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
Published On - 1:06 pm, Tue, 26 September 23