Breaking News: બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની તબિયત બગડી, સારવાર માટે અમેરિકા લઈ ગયો સની દેઓલ

ધર્મેન્દ્ર 87 વર્ષના છે, જેના કારણે તેઓ વય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મીડિયા પાસેથી મળતા એહવાલો મુજબ, આ સારવાર માટે સની દેઓલ તેને અમેરિકા લઈ ગયો છે, જ્યાં તેની સારવાર 20 દિવસ સુધી ચાલુ રહેશે. દરમિયાન, સની પાજીએ કામમાંથી બ્રેક લઈને તેના પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે.

Breaking News: બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની તબિયત બગડી, સારવાર માટે અમેરિકા લઈ ગયો સની દેઓલ
Bollywood veteran actor Dharmendra health deteriorated
| Edited By: | Updated on: Sep 12, 2023 | 10:12 AM

જાણીતા એક્ટર અને પીઢ બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્રની તબિયત બગડી છે ત્યારે તેમના મોટો દિકરો સની દેઓલ સારવાર માટે પિતાને યુએસ લઈ ગયા છે. બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર 87 વર્ષના થઈ ગયા છે. આ ઉંમરે પણ તે ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્રએ અદ્દભૂત અભિનય કર્યો છે. શબાના આઝમી સાથેની તેની કેમેસ્ટ્રીને મોટા પડદા પર ખૂબ વખાણવામાં આવી છે. ધર્મેન્દ્ર સ્ટારર રોકી ઔર રાનીની પ્રેમ કહાની વિશ્વભરમાં હિટ સાબિત થઈ છે.

આ સાથે તેમના પુત્ર સની પાજીની કારકિર્દી પણ પાટા પડદા પર આવી ગઈ છે. સની દેઓલની ફિલ્મ ગદર 2એ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. વર્ષ 2023 પિતા અને પુત્ર બંને માટે ખૂબ જ લકી સાબિત થયું છે. જોકે, મીડિયા રિપોર્ટ મુજબ ધર્મેન્દ્રની તબિયત લથડી છે. જે બાદ સની દેઓલ તેમને લઈને યુએસ પહોંચી ગયો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવશે.

ધર્મેન્દ્રની તબિયત લથડી

ધર્મેન્દ્ર 87 વર્ષના છે, જેના કારણે તેઓ વય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મીડિયા પાસેથી મળતા એહવાલો મુજબ, આ સારવાર માટે સની દેઓલ તેને અમેરિકા લઈ ગયો છે, જ્યાં તેની સારવાર 20 દિવસ સુધી ચાલુ રહેશે. દરમિયાન, સની પાજીએ કામમાંથી બ્રેક લઈને તેના પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. જોકે, એક સૂત્રને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ગભરાવાની જરૂર નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલ અને તેના પિતા 20 દિવસ અમેરિકા રહેવાના છે. સમાચાર અનુસાર, ધર્મેન્દ્રને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ છે. તેની સારવાર 15 થી 20 દિવસ સુધી ચાલુ રહેશે. સમાચાર આવ્યા છે કે ચિંતા કરવાની જરૂર નથી, બધું બરાબર છે.

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્રની દમદાર એક્ટિંગ

ધર્મેન્દ્ર હાલમાં જ કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ધર્મેન્દ્ર શબાના આઝમી સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં બંનેના કિસિંગ સીને ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્રએ રણવીર સિંહના દાદાની ભૂમિકા ભજવી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો