Breaking News: ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યાએ YT ટેબ્લોઈડ સામે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, આવતીકાલે થશે સુનાવણી

અમિતાભ બચ્ચનની પૌત્રી અને ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને તેના હેલ્થ વિશે 'ફેક ન્યૂઝ' ફેલાવવા બદલ યુટ્યુબ ટેબ્લોઇડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેની સુનાવણી 20 એપ્રિલે થશે.

Breaking News: ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યાએ YT ટેબ્લોઈડ સામે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, આવતીકાલે થશે સુનાવણી
Aishwarya Rai daughter Aaradhya Bachchan
| Updated on: Apr 19, 2023 | 8:35 PM

અમિતાભ બચ્ચનની પૌત્રી અને ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને તેના હેલ્થ વિશે ‘ફેક ન્યૂઝ’ ફેલાવવા બદલ યુટ્યુબ ટેબ્લોઈડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેની સુનાવણી 20 એપ્રિલે થશે.

આવતીકાલે દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી

એક્ટર અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને તેના હેલ્થ અને લાઈફને લગતા ‘ફેક ન્યૂઝ’ ફેલાવવા બદલ યુટ્યૂબ ટેબ્લોઈડ્સ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. 11 વર્ષની બાળકીએ સગીર હોવાને કારણે મીડિયા દ્વારા આ પ્રકારનું રિપોર્ટિંગ ના કરવાની માંગ કરી છે. તેની સુનાવણી આવતીકાલે 20 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટમાં થશે.

ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળી હતી આરાધ્યા

તમને જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન અવારનવાર લાઇમલાઈટમાં રહે છે. થોડા દિવસો પહેલા તે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે નીતા અને મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરના પ્રોગ્રામનો ભાગ બની હતી. આરાધ્યાનો દેશી લુકમાં જોવા મળી હતી. આરાધ્યાએ ડ્રેસ અને લાઈટ મેકઅપ સાથે હેયર ઓપન રાખ્યા હતા. આરાધ્યા 11 વર્ષની છે. માતા ઐશ્વર્યા પણ આરાધ્યાનું ખૂબ ધ્યાન રાખે છે. જ્યારે પણ તેઓ સાથે સ્પોટ થાય છે ત્યારે બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે.

આ પણ વાંચો : Viral Video: એરપોર્ટ પર પાપારાઝી સામે ડાન્સ કરતી જોવા મળી ઉર્વશી રૌતેલા, યુઝર્સે કહ્યું ઋષભ ભાઈને મળવા જઈ રહ્યા છો?

અભિષેકે કર્યા હતા ટ્રોલર્સ પર આકરા પ્રહારો

આરાધ્યા બચ્ચન વિવિધ કારણોસર ઘણી વખત ટ્રોલર્સનો શિકાર બની છે. બોબ બિસ્વાસના પ્રમોશન દરમિયાન ગુસ્સે ભરાયેલા અભિષેકે તેમની પુત્રી પર સતત હુમલો કરનારા ટ્રોલ્સ પર પ્રહારો કર્યા હતા. આરાધ્યાને ઓનલાઈન મળી રહેલી નકારાત્મકતાના જવાબ આપતાં અભિષેકે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે “આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને હું સહન કરીશ નહીં. હું એક પબ્લિક પર્સન છું, તે ઠીક છે, મારી પુત્રી સીમાથી દૂર છે. જો તમારે કંઈક કહેવું હોય તો આવો અને મારા સામે આવીને કહો.”

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 8:08 pm, Wed, 19 April 23