
સાઉથના એક પ્રખ્યાત નિર્માતા અને અભિનેતા વિશાલે CBFC બોર્ડ પર લાંચ માંગવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ વિશાલે આ મામલે વીડિયો પણ શેર કર્યો છે અને જણાવ્યું છે ફિલ્મના પ્રમોશન અને સર્ટિફિકેટ માટે કેવી રીતે પૈસાની માંગણી કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોમાં વિશાલે એ પણ કહ્યું છે કે પહેલા તેની પાસે 3 લાખ અને ફરી બીજા એવી રીતે પૈસાની માંગણી કરવામાં આવી હતી.
સાઉથના સુપરસ્ટાર વિશાલે આ અંગે ટ્વીટર પર વીડિયો શેર કર્યો છે જેમાં તમે જોઈ શકો છો કે વિશાલ તે લાંચ પર વાત કરી રહ્યો છે. આ અંગે એક્ટરે વધુમાં એ પણ જણાવ્યું છે કે બે લોકોના ખાતામાં પૈસા પણ જમા કરાવ્યા છે અને તેની વિગતો પણ પોતાના ટ્વિટમાં આપી છે.
ગુરુવારે, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતી વખતે, અભિનેતાએ કહ્યું કે CBFCની મુંબઈ ઓફિસમાં બેઠેલા અધિકારીઓએ તેની નવીનતમ ફિલ્મ ‘માર્ક એન્ટની’ના હિન્દી સંસ્કરણનું સેન્સર પ્રમાણપત્ર પાસ કરવા માટે 6.5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. વિશાલે કહ્યું કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે આ ફિલ્મ પર ઘણું બધું દાવ પર છે.
વિડિયો અપલોડ કરતી વખતે વિશાલે લખ્યું, ‘સિલ્વર સ્ક્રીન પર ભ્રષ્ટાચાર બતાવવાનું સારું છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે પચતું નથી. ખાસ કરીને સરકારી કચેરીઓ અને CBFC મુંબઈની ઓફિસમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. મારી ફિલ્મ માર્ક એન્ટોનીના હિન્દી વર્ઝન માટે મારે બે ટ્રાન્ઝેક્શનમાં 6.5 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. તેમાંથી મેં ફિલ્મના સ્ક્રીનિંગ માટે 3 લાખ રૂપિયા અને સર્ટિફિકેટ માટે 3.5 લાખ રૂપિયા આપ્યા હતા.
વિશાલે આગળ કહ્યું, ‘હું આ મારા માટે નથી, પરંતુ અન્ય નિર્માતાઓ માટે કરી રહ્યો છું. શું મારી મહેનતની કમાણી ભ્રષ્ટાચારમાં ગઈ? બિલકુલ નહીં..અહીં હું બધા પુરાવા શેર કરી રહ્યો છું. હું આશા રાખું છું કે હંમેશની જેમ સત્યનો વિજય થશે.
વીડિયોમાં વિશાલે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ સાથે તેણે તે ખાતાઓની વિગતો પણ અપલોડ કરી છે જેમાં તેણે 3 અને 3.5 લાખ રૂપિયા અલગથી જમા કરાવ્યા છે.
Published On - 12:12 pm, Fri, 29 September 23