Box Office Clash : ક્રિસમસ પર સામ-સામે હશે આમિર ખાન અને અલ્લુ અર્જુન, કોણ જીતશે?

|

Aug 03, 2021 | 6:51 PM

અલ્લુ અર્જુનની પુષ્પા અને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા, બંને આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મો છે. અલ્લુ અર્જુન અને આમિર ખાનની ખૂબ સારી ફેન ફોલોઇંગ છે.

Box Office Clash : ક્રિસમસ પર સામ-સામે હશે આમિર ખાન અને અલ્લુ અર્જુન, કોણ જીતશે?
Allu Arjun, Aamir Khan

Follow us on

આઇકોન સ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ના ચાહકો માટે એક મોટા સમાચાર છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નો પહેલો ભાગ આ વર્ષે ક્રિસમસના અવસરે રિલીઝ થશે. જોકે, પુષ્પાની રિલીઝ ડેટની જાહેરાત સાથે આમિર ખાન (Aamir Khan) ના ચાહકોને ઝટકો લાગ્યો છે. ખરેખર, આમિરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha) પણ આ વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય સિનેમાના બે મોટા સુપરસ્ટાર બોક્સ ઓફિસ પર સામ-સામે આવવાના છે. આમિર ખાન અને અલ્લુ અર્જુન વચ્ચે હવે બોક્સ ઓફિસ પર કોણ જીતે છે, તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

આ ફિલ્મોની વાત કરીએ તો આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. 1994 માં રજૂ થયેલી ફોરેસ્ટ ગમ્પમાં ટોમ હેંક્સ મુખ્ય ભૂમિકામાં હતા. આમિર ખાન ટોમ હેંક્સના ફોરેસ્ટ ગમ્પ વાળા પાત્રનું એક સરદાર તરીકે ભજવવા જઈ રહ્યા છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત લાલ સિંહ ચઢ્ઢા અગાઉ ગત વર્ષે 25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે શૂટિંગ અટકી ગયું હતું, ત્યારબાદ રિલીઝની તારીખ આગળ વધારવી પડી હતી. આમિર ખાન ઉપરાંત કરીના કપૂર ખાન આ ફિલ્મમાં જોવા મળશે. ચાહકો આમિરની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

અલ્લુ અર્જુનની ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

તે જ સમયે, સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા વિશે વાત કરતા, તેની પ્રથમ સિંગલ ‘જાગો જાંગો બકરે’ ને અપાર પ્રેમ મળ્યા પછી, નિર્માતાઓએ તેનો પહેલો ભાગ ક્રિસમસ 2021 માં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે, બીજો ભાગ વર્ષ 2022 માં રિલીઝ થવાની અપેક્ષા છે. આ ફિલ્મ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ દિન પ્રતિદિન વધી રહ્યો છે કારણ કે તેમાં આઇકોન સ્ટાર્સ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ જોવા મળશે.

ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ અલ્લુ અર્જુનના ચાહકોમાં ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું હતું. આઇકોન સ્ટાર આ પૈન ઇન્ડિયા ફિલ્મ દ્વારા સુકુમાર અને સંગીતના ઉસ્તાદ દેવી શ્રી પ્રસાદ સાથે ફરી એક વખત કામ કરી રહ્યા છે. મૈત્રી મૂવી મેકર્સના નિર્માતા નવીન યરનેની અને વાઈ. રવિશંકર સંયુક્ત રુપે કહે છે, “પુષ્પાની વાર્તા એક્શનથી બરપુર છે જેમાં એવા ક્ષણો છે જે દિલને સ્પર્શી જાય છે. આ ફિલ્મને બનાવવી અમારા માટે ખૂબ જ આનંદદાયક હતી. ”

તેમણે આગળ ઉમેર્યું, “આ ફિલ્મે પહેલાથી જ દર્શકોની વચ્ચે ઘણી ઉત્સુકતા ઉભી કરી છે અને અમે આ જાહેરાત કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ કે આ વર્ષે ક્રિસમસ પર ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થશે. અમે આ વાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે ચાહકો આ ફિલ્મ જોવે અને તેની સમગ્ર ટીમ પર અપાર પ્રેમ વરસાવે છે. અમે નક્કી કર્યું છે કે અમે આ ફિલ્મનો બીજો ભાગ 2022 માં રજૂ કરીશું.

અલ્લુ અર્જુનની પુષ્પા અને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા, બંને આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મો છે. અલ્લુ અર્જુન અને આમિર ખાનની ખૂબ સારી ફેન ફોલોઇંગ છે. અલ્લુને પણ દરેક લોકો પસંદ કરે છે, આવી સ્થિતિમાં, આમિરથી ઉપર અલ્લુ અર્જુનનું પલડુ ભારે છે.

 

આ પણ વાંચો :- Wrap : Akshay Kumar ને ‘રક્ષાબંધન’ નાં સેટ પર આવી દિલ્હીના ચાંદની ચોકની યાદ, ચાહકો માટે શેર કરી ખાસ તસ્વીરો

આ પણ વાંચો :- Bigg Boss OTT: કરણ જોહર ઈચ્છે છે કે કરીના કપૂર અને મલાઈકા અરોરા બને બિગ બોસનો ભાગ, તેમની સાથે ઘરમાં રહેવા માંગે છે બંધ

Next Article