દેશના સૌથી ધનવાન દંપતિ મુકેશ અને નીતા અંબાણીની 32 વર્ષ પહેલાની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ આ PHOTOS

દેશના સૌથી ધનવાન દંપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી છેલ્લા 32 વર્ષથી સુખી લગ્નજીવન જીવે છે. ઘણી વખત આ દંપતિ ખાસ કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં મુકેશ અને નીતા અંબાણીના લગ્નના કેટલીક તસવીરો જાહેર થઈ છે. આ તસવીર નીતા અંબાણીના એક ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવી છે. ફોટોગ્રાફમાં, નીતા અને મુકેશ અંબાણી સાથે […]

દેશના સૌથી ધનવાન દંપતિ મુકેશ અને નીતા અંબાણીની 32 વર્ષ પહેલાની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ આ PHOTOS
| Updated on: Jun 15, 2019 | 8:31 AM

દેશના સૌથી ધનવાન દંપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી છેલ્લા 32 વર્ષથી સુખી લગ્નજીવન જીવે છે. ઘણી વખત આ દંપતિ ખાસ કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં મુકેશ અને નીતા અંબાણીના લગ્નના કેટલીક તસવીરો જાહેર થઈ છે. આ તસવીર નીતા અંબાણીના એક ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવી છે.

ફોટોગ્રાફમાં, નીતા અને મુકેશ અંબાણી સાથે ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેન પણ જોવા મળે છે. મુકેશ અંબાણીઓ ગ્રે સૂટ પહેર્યું છે અને નીતા અંબાણી પણ ગોલ્ડન સાડીમાં સુંદર દેખાય રહ્યાં છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહીં છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં વસ્ત્રાલ પાસે ટ્રકની અડફેટે આવતા વિદ્યાર્થિનીનું મોત, રોષે ભરાયેલા લોકોએ રસ્તો કર્યો ચક્કાજામ

નીતા અને મુકેશ અંબાણીના લગ્નના તસવીરો સાથે અમે તમને તેમની લવ સ્ટોરી વિશે પણ વાત કરીએ. બન્ને દંપકિએ તેમની લવ સ્ટોરીનો એક મુલાકાતમાં ઉલ્લેખ કર્યો હતો. એ સમયે નિતા ફક્ત 20 વર્ષના હતા અને મુકેશ 21 વર્ષના હતા. મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીને નીતા ખૂબ જ પસંદ હતા. તેમણે નીતાને પોતાના પુત્રવધુ બનાવવાનું વિચારી લીધું હતું. બદમાં નીતા અને મુકેશની મુલાકાત થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક વખત બન્ને કાર લઈને જઈ રહ્યાં હતા ત્યારે કાર સિગ્નલ પર ઉભી હતી અને એ વખતે મુકેશ અંબાણીએ નીતાને લગ્ન માટે પૂછી લીધું. મુકેશે કહ્યું કે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું આ કાર આગળ નહીં વધારૂ. કાર ઉભી હતી અને પાછળ ટ્રાફિક જામ થઈ ગયો હતો પરંતુ મુકેશ અંબાણી નિતાના જવાબની રાહ જોતા હતા. થોડીવાર બાદ નીતાએ મુકેશ અંબાણીને લગ્ન માટે હા પાડી. અને પછી મુકેશએ કાર આગળ વધારી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો


બાદમા નિતાએ મુકેશને પૂછ્યું કે જો મેં ની પાડી હોત તો શું તમે મને કાર પરથી નીચે ઉતારી દેત?. મુકેશે કહ્યું ‘ના, હું ક્યારેય એવુ ન કરત. હું તમને ઘરે મૂકી જાત’. આ પછી મુકેશ અને નીતના લગ્ન ધામધૂમ સાથે કરવામાં આવ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]