Video: અનુષ્કા શર્માએ શેર કર્યો દીકરી વામિકાનો ‘મમ્મા’ કહેતા વીડિયો, અભિનેત્રીએ કહ્યું- 2021ની સૌથી શ્રેષ્ઠ સાંજ

અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે દક્ષિણ આફ્રિકામાં નવા વર્ષની ઉજવણી કરી રહી છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા વર્ષની ઉજવણી કરતો એક વીડિયો શેર કર્યો છે.

Video: અનુષ્કા શર્માએ શેર કર્યો દીકરી વામિકાનો મમ્મા કહેતા વીડિયો, અભિનેત્રીએ કહ્યું- 2021ની સૌથી શ્રેષ્ઠ સાંજ
Anushka Sharma
| Edited By: | Updated on: Jan 01, 2022 | 6:00 PM

અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) તેના પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે દક્ષિણ આફ્રિકામાં નવા વર્ષની ઉજવણી કરી રહી છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા વર્ષની ઉજવણી કરતો એક વીડિયો શેર કર્યો છે. વાસ્તવમાં ક્રિકેટર વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમ સાથે ટેસ્ટ મેચ પ્રવાસ પર છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં વામિકા અનુષ્કાને ‘મમ્મા’ કહીને બોલાવી રહી છે.

આ વીડિયોમાં વામિકા દેખાતી નથી પરંતુ કેમેરામાં તેને વારંવાર મમ્મા કહેતી સાંભળી શકાય છે. વીડિયોમાં પાર્કનો નજારો દેખાઈ રહ્યો છે. આ વીડિયોને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, “2021ની છેલ્લી સાંજ વિતાવવાની શ્રેષ્ઠ રીત. આ સાથે અભિનેત્રીએ દિલવાળા ઇમોજી શેર કર્યા છે.

આ પહેલા પણ વામિકાના ક્યૂટ વીડિયો વાયરલ થયો હતો

થોડા દિવસો પહેલા વામિકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અનુષ્કા અને વામિકા ટેસ્ટ મેચ જીત્યા બાદ મેદાનમાં હાથ હલાવતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તેમની દીકરીનો ચહેરો દેખાતો નહોતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. તેનો પરિવાર ઘણીવાર વિરાટ સાથે જોવા મળે છે. વામિકા તેનો પહેલો જન્મદિવસ 11મી જાન્યુઆરીએ ઉજવશે જે માત્ર દસ દિવસ દૂર છે. જો કે ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકામાં છે. વામિકા પોતાનો પહેલો જન્મદિવસ ટીમ ઈન્ડિયા સાથે ઉજવશે.

ડિસેમ્બર મહિનામાં, વિરાટ અને અનુષ્કાએ તેમની ગોપનીયતાનું સન્માન કરવા બદલ મીડિયા અને ફોટોગ્રાફર્સનો આભાર માન્યો હતો. વિરાટ અને અનુષ્કા વામિકાની પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખે છે. આ પોસ્ટ શેર કરતા કપલે લખ્યું કે, “અમે ભારતીય પાપારાઝી અને મીડિયાનો વામિકાની તસવીરો અને વીડિયો પ્રકાશિત ન કરવા બદલ આભાર માનીએ છીએ. માતા-પિતા તરીકે, એવા લોકોને અપીલ છે કે જેમણે ચિત્રો અને વિડિયોઝ ક્લિક કર્યા છે તેઓ ભવિષ્યમાં પણ આમાં અમને સમર્થન આપે.”

 

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

Published On - 5:56 pm, Sat, 1 January 22