ઋષભ પંત નહીં રિહાનાના Ex બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે ઉર્વશી રૌતેલા? જાણો કોણ છે આ વિદેશી

|

Apr 14, 2024 | 5:53 PM

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. થોડા વર્ષો પહેલા સુધી આ બંને વચ્ચેના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા. ઉર્વશી રૌતેલાએ પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત રિષભ પંત પર ટિપ્પણી કરી છે.

ઋષભ પંત નહીં રિહાનાના Ex બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે ઉર્વશી રૌતેલા? જાણો કોણ છે આ વિદેશી
Urvashi Rautela is dating Rihanna ex

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડવામાં આવ્યું છે પરંતુ બંનેમાંથી કોઈએ ક્યારેય આ સંબંધનો સ્વીકાર કર્યો નથી. હવે આ દરમિયાન ઉર્વશીની સાથે અન્ય એક નામની પણ ચર્ચા થવા લાગી છે. ઋષભ બાદ અભિનેત્રીના નામ એક વિદેશી ફૂટબોલર સાથે જોડાઈ ગયું છે. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે તે વિદેશી ફુટબોલર રિહાનાનો એક્સ બોયફ્રેન્ડ રહી ચૂક્યો છે.

રિહાનાના એક્સ સાથે દેખાઈ ઉર્વશી

વાસ્તવમાં, જે વ્યક્તિ સાથે ઉર્વશી રૌતેલાનું નામ જોડવામાં આવી રહ્યું છે તે બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત ફ્રેન્ચ ફૂટબોલર કરીમ બેન્ઝેમા છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પણ શેર કરી છે. તેની આ પોસ્ટ સામે આવ્યા બાદ લોકોએ તેના પર જોરદાર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. નેટીઝન્સે ચોંકાવનારી પ્રતિક્રિયાઓ આપી છે. એકે કટાક્ષ કરીને લખ્યું, ‘શું ચાલી રહ્યું છે ભાઈ?’ બીજાએ લખ્યું, ‘શું તે કરીમ બેન્ઝેમાને ડેટ કરી રહી છે?’ જો કે આ મામલે અભિનેત્રી દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?

ફ્રેન્ચ ફૂટબોલર છે કરીમ બેન્ઝેમાં

ફૂટબોલર કરીમ બેન્ઝેમા અગાઉ રિહાનાને ડેટ કરી ચૂક્યા છે. રિહાના અને કરીમ બંને એકબીજાના એક્સ રહી ચૂક્યા છે. આ ફૂટબોલર પહેલાથી જ મેરિડ છે. તે સૌથી સફળ ફૂટબોલ સેન્સેશન છે. એટલું જ નહીં, તે 5 વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે અને તે ભૂતકાળમાં બેલોન ડી’ઓર પણ જીતી ચૂક્યો છે.

શુક્રવારે 12 એપ્રિલે ઉર્વશી રૌતેલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. અભિનેત્રીએ આ પોસ્ટમાં બે ફોટા પોસ્ટ કર્યા છે. આ સાથે કેપ્શનમાં બ્લેક કલરનું હાર્ટ ઈમોજી પણ બનાવવામાં આવ્યું છે. આ સિવાય ઉર્વશીએ પણ આ પોસ્ટમાં પોતાની લાગણી વ્યક્ત કરી છે.

Published On - 5:53 pm, Sun, 14 April 24

Next Article