Twitterએ કંગનાની વાંધાજનક ટ્વિટ્સ ડિલીટ કરી, શું ફરીથી બંધ થઈ જશે એકાઉન્ટ?

|

Feb 04, 2021 | 3:49 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે ટ્વિટરે (Twitter) મોટી કાર્યવાહી કરી છે. ટ્વિટરે કંગનાનાં ઘણાં ટ્વીટ ડિલીટ કરી દીધાં છે.

Twitterએ કંગનાની વાંધાજનક ટ્વિટ્સ ડિલીટ કરી, શું ફરીથી બંધ થઈ જશે એકાઉન્ટ?
ડિલીટ કરી ટ્વિટ

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે ટ્વિટરે (Twitter) મોટી કાર્યવાહી કરી છે. ટ્વિટરે કંગનાનાં ઘણાં ટ્વીટ ડિલીટ કરી દીધાં છે. ખેડૂત આંદોલનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કંગના સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ હતી. આ દરમિયાન તેણે ખેડૂત આંદોલનને ટેકો આપનારા લોકો પર પણ નિશાન સાધ્યું હતું. કંગનાએ પંજાબી સિંગર દિલજીત દોસાંઝે તેમજ હોલીવુડના પોપ સ્ટાર રિહાન્ના સાથે દલીલ કરી હતી.

તાજેતરમાં જ કંગનાએ ઘણાં બોલીવુડ સ્ટાર્સને ખેડૂત આંદોલનના સમર્થનમાં પોસ્ટ કરવા બાબતે નિશાન સાધ્યું હતું. ઉપરાંત ક્રિકેટર રોહિત શર્મા વિરુદ્ધ કરેલા એક ટ્વીટનો જવાબ આપતા કંગનાએ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ બાદ ટ્વિટર દ્વારા કંગનાના ઘણા ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવ્યા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડિલીટ થઇ ટ્વિટ

ક્રિકેટર રોહિત શર્માએ પણ કેટલાક કલાકો પહેલા ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે સાથે બેસીને સમસ્યા હલ કરવાનું કહ્યું. દરેક મુદ્દા વિશે કંઇક ટ્વિટ કરનારી કંગનાએ રોહિત શર્માને નિશાના પર લઈને તેને ધોબીનો કૂતરો હોવાનું જણાવ્યું. ટ્વિટર ઇન્ડિયાએ બાદમાં આ ટ્વીટ ડિલીટ કરી દીધી છે.

Next Article