વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) રિલીઝ થયાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. જો કે, ફિલ્મ રિલીઝ થયાને 19 દિવસ વીતી ગયા હોવા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મને બૉક્સ ઑફિસ પર મોટી ફિલ્મોથી ટક્કર મળી હતી, પરંતુ તેમ છતાં ફિલ્મની કમાણીની ગતિ ધીમી પડી ન હતી. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ કલેક્શન’ની (The Kashmir Files Box Office Collection) કમાણી અત્યાર સુધીમાં 232.72 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને હિજરતની વાર્તા વર્ણવે છે.
આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશી મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં હાજર દરેક કલાકારે ઉત્તમ અભિનય કરીને ઘણી પ્રશંસા મેળવી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે 19માં દિવસે લગભગ 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે, આ અઠવાડિયે ફિલ્મ રૂ. 275 કરોડનો બિઝનેસ કરશે, કારણ કે ફિલ્મ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ કલેક્શન કરી રહી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ સાબિત કરી દીધું છે કે એસએસ રાજામૌલીની ‘RRR’ ના ધમાલ સામે તે મક્કમ રીતે ઊભા રહેવા માટે તૈયાર છે.
‘RRR’ રિલીઝ થયા પછી એવું લાગતું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હવે બોક્સ ઓફિસ પર કલેક્શન નહીં કરી શકે. જો કે, ફિલ્મ ત્રીજા સપ્તાહમાં પણ સિનેમાઘરોમાં જોરદાર કલેક્શન કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં આ ફિલ્મ કેટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં 90ના દાયકામાં કાશ્મીરમાં પંડિતો પર થયેલા અત્યાચારની દર્દનાક કહાની બતાવવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મમાં તે પાસાઓને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે, જે દર્શાવે છે કે કાશ્મીરી પંડિતોએ જ્યારે 90ના દાયકામાં પોતાનો ઘરબાર છોડ્યો ત્યારે તેમની સાથે શું થયું હતું. ફિલ્મમાં બધાએ શાનદાર અભિનય કર્યો હતો, પરંતુ સૌથી વધુ વખાણ થયેલા અભિનેતા અનુપમ ખરે હતા. આ ફિલ્મમાં અનુપમ ખેરે એટલો અદ્ભુત અભિનય કર્યો હતો, જેનાથી તેણે ફરી સાબિત કર્યું કે તે હિન્દી સિનેમાના સર્વશ્રેષ્ઠ વર્સેટાઈલ અભિનેતા છે.
આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી