Tanvi The Great : એક સાચી સિનેમેટિક માસ્ટરપીસ-અનુપમ ખેર

‘તન્વી ધ ગ્રેટ’ એ અત્યંત દુર્લભ સિનેમેટિક ફિલ્મ છે, જે ભાવનાઓ, સુંદર સંગીત અને સરસ કહાનીનો મિજાજપૂર્વક સંમિશ્રણ કરે છે. 

Tanvi The Great : એક સાચી સિનેમેટિક માસ્ટરપીસ-અનુપમ ખેર
Tanvi The Great
| Updated on: Jun 25, 2025 | 5:53 PM

આધુનિક બોલીવુડ ફિલ્મોનો મુખ્ય ફોકસ મનોરંજન પર હોય છે. કેટલીક કોમેડીના આધારે સફળતા પામે છે તો કેટલીક નહિં પણ તાજેતરમાં એક એવી રીલીઝ થવા જઇ રહી છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નહોતી. ‘તન્વી ધ ગ્રેટ’ એ અત્યંત દુર્લભ સિનેમેટિક ફિલ્મ છે, જે ભાવનાઓ, સુંદર સંગીત અને સરસ કહાનીનો મિજાજપૂર્વક સંમિશ્રણ કરે છે.

ફિલ્મનું દિગ્દર્શન અનુપમ ખેરે કર્યું છે અને મુખ્ય પાત્ર તન્વી રૈના તરીકે નવી અભિનેત્રી શુભાંગી દત્ત નજરે પડે છે, જે ઇન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડી દેવા આવી છે.

આ ફિલ્મમાં, શુભાંગી દત્ત ઓટિઝમ ધરાવતી તન્વી રૈનાનું પાત્ર ભજવે છે, જે એક મુશ્કેલ યાત્રા પર નીકળે છે – અને તેનું લક્ષ્ય છે: પોતાના શહીદ થયેલા સેના-પિતા ઈચ્છે તેવી રીતે સિયાચિન ગ્લેશિયર પર ભારતના તિરંગાને સલામ કરવી. આ સફર શારીરિક રીતે કઠિન અને ભાવનાત્મક રીતે વધુ જટિલ છે. તન્વીનો અનુભવ અત્યંત સંવેદનશીલ અને સચોટ રીતે રજૂ થયો છે. આ ફિલ્મમાં ન તો તેમનો અવસ્થાનો નાટકીય બનાવાયો છે કે ન તો હળવાશથી લેવામાં આવ્યો છે. એના બદલે, શુભાંગી દત્તે તન્વીનાં પાત્રને શાંતિ અને નમ્રતા સાથે જીવંત બનાવ્યું છે.

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તેમની આગામી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ માટે લાંબા સમયથી ચર્ચામાં છે. નિર્માતાઓ દરરોજ નવા પોસ્ટર અને ફિલ્મ સંબંધિત માહિતી બધા સાથે શેર કરી રહ્યા છે. દરમિયાન, ‘તન્વી ધ ગ્રેટ’નું પ્રીમિયર ન્યૂ યોર્કમાં ન્યૂ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં થયું હતું, જ્યાં હોલીવુડના આઇકોન અને ઓસ્કાર વિજેતા રોબર્ટ ડી નીરો પણ અનુપમ ખેરની ફિલ્મ જોવા માટે હાજર રહ્યા હતા.

ફિલ્મ 18 જુલાઈએ રિલીઝ થશે અને તેના વિશે અનુપમ ખેરે જણાવ્યું કે, “આ ફિલ્મનું થિમ ખુબ જ યુનિવર્સલ છે. હું માનું છું કે આ ભારતમાંથી દુનિયા માટેની ફિલ્મ છે.”

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો..