
આ ફોટાઓમાં, સુષ્મિતા ગુલાબી રંગના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તે ખૂબ સુંદર રીતે શ્રીમંતની વિધિ કરતી જોવા મળી રહી છે.

આ તમામ ફોટામાં ભાભી અને નણંદ વચ્ચેનું બોન્ડિંગ પણ ખાસ લાગી રહ્યું છે. આ દરમિયાન સુષ્મિતા સેન અને તેમનો આખો પરિવાર પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે.

ચારુ સુષ્મિતાના ભાઈ રાજીવની પત્ની છે. સુષ્મિતા સમયાંતરે તેના ભાઈ અને ભાભી પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.