સની દેઓલ જલ્દી બનાવશે ફિલ્મ ,દીકરો કરણ અને ભાઈ બોબી દેઓલ હશે મુખ્ય ભૂમિકામાં

|

Nov 28, 2020 | 9:39 AM

બોલીવુડ એકટર અને ફિલ્મમેકર સની દેઓલ તેમના દીકરા કરણ દેઓલ અને ભાઈ બોબી દેઓલને લઈને જલદી ફિલ્મ બનાવશે. તે આ ફિલ્મનું નિર્માણ તેમના પ્રોડક્શન હાઉસમાં કરશે. માહિતી પ્રમાણે ખુદ સની દેઓલ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. સની દેઓલે તેમના દીકરા કરણને લઈને ફિલ્મ પલ પલ દિલ કે પાસ બનાવી હતી, પરંતુ તે બોક્સઓફિસ પર સફળ […]

સની દેઓલ જલ્દી બનાવશે ફિલ્મ ,દીકરો કરણ અને ભાઈ બોબી દેઓલ હશે મુખ્ય ભૂમિકામાં

Follow us on

બોલીવુડ એકટર અને ફિલ્મમેકર સની દેઓલ તેમના દીકરા કરણ દેઓલ અને ભાઈ બોબી દેઓલને લઈને જલદી ફિલ્મ બનાવશે. તે આ ફિલ્મનું નિર્માણ તેમના પ્રોડક્શન હાઉસમાં કરશે. માહિતી પ્રમાણે ખુદ સની દેઓલ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે.

સની દેઓલે તેમના દીકરા કરણને લઈને ફિલ્મ પલ પલ દિલ કે પાસ બનાવી હતી, પરંતુ તે બોક્સઓફિસ પર સફળ સાબિત ના થઈ. સની દેઓલ હવે તેના દીકરાને ફરી એકવાર ચાન્સ આપવા માગે છે. તેઓ એક સારી સ્ક્રિપ્ટની શોધખોળમાં હતા અને તેમને જ જણાવ્યુ છે કે આ શોધખોળ પૂરી થઈ છે. અને જલ્દી હવે તેઓ આ ફિલ્મની જાહેરાત કરશે. આ ફિલ્મમાં તેમના દીકરાની સાથે સાથઆ તેમનો ભાઈ બોબી દેઓલ પણ જોવા મળશે.

Next Article