ભાગ્યે જ કોઈ એવી મહિલા હશે કે જેણે દિલ્હીમાં છેડતીનો સામનો ન કર્યો હોય: સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાએ (Sanya Malhotra) તેના વતનને અસુરક્ષિત ગણાવતા કહ્યું હતું કે દિલ્હીમાં મોટાભાગની મહિલાઓ સુરક્ષા સમસ્યાઓનો સામનો કરે છે. સાન્યા મલ્હોત્રાએ ઘણી હિટ ફિલ્મો કરી છે. તે હવે ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે હિટઃ ધ ફર્સ્ટ કેસમાં (Hit The First Case) જોવા મળશે.

ભાગ્યે જ કોઈ એવી મહિલા હશે કે જેણે દિલ્હીમાં છેડતીનો સામનો ન કર્યો હોય: સાન્યા મલ્હોત્રા
Sanya Malhotra
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 14, 2022 | 4:03 PM

દિલ્હીની રહેનારી એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ (Sanya Malhotra) રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા વિશે વાત કરી છે. સાન્યા હાલ મુંબઈમાં રહે છે અને તે દિલ્હીને બદલે મુંબઈમાં જ રહેવાનું પસંદ કરે છે. હાલમાં જ સાન્યા મલ્હોત્રાએ તેના વતનને અસુરક્ષિત ગણાવતા કહ્યું હતું કે દિલ્હીમાં મોટાભાગની મહિલાઓ સુરક્ષા સમસ્યાઓનો સામનો કરે છે. સાન્યા મલ્હોત્રાનો જન્મ અને પાલનપોષણ દિલ્હીમાં થયું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં તેણે મુંબઈના જુહુમાં એક નવું ઘર ખરીદ્યું હતું. તેમનું નવું ઘર જુહુ-વર્સોવા લિંક રોડ પર બેવ્યૂ બિલ્ડિંગમાં છે. આ ઘર ખરીદતાની સાથે જ તે ઋતિક રોશનની પાડોશી બની ગઈ. આ બિલ્ડિંગમાં ઋતિક રોશનના બે ઘર છે. સાન્યા મલ્હોત્રાએ ઘણી હિટ ફિલ્મો કરી છે. તે હવે ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે હિટઃ ધ ફર્સ્ટ કેસમાં (Hit The First Case) જોવા મળશે.

હું દિલ્હીમાં સુરક્ષિત અનુભવતી નથી

મુંબઈ અને દિલ્હી બંને શહેરોમાં રહેવાના તેના અનુભવ વિશે વાત કરતાં સાન્યા મલ્હોત્રાએ કહ્યું, “હું દિલ્હીની છું અને હું દિલ્હી કરતાં મુંબઈને વધારે પસંદ કરવાનું એક સારું કારણ છે. મને મુંબઈમાં વધુ સુરક્ષિત લાગે છે. મને ખબર નથી કે દિલ્હીમાં સુધારો થયો છે કે નહીં. પરંતુ હું ત્યાં સુરક્ષિત અનુભવતી નથી. હું આ માટે કોઈ કારણ પણ આપી શકતી નથી. મને નથી લાગતું કે દિલ્હીમાં એક પણ મહિલા હશે જેણે છેડતીનો સામનો ન કર્યો હોય.”

દિલ્હીમાં એક્સપ્લોર કરવા માટે ઘણું બધું છે

સાન્યાએ દિલ્હીની ગાર્ગી કોલેજમાં અભ્યાસ કર્યો છે. શહેરમાં તેના સમય વિશે વાત કરતા, તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “દિલ્હી પાસે એક્સપ્લોર કરવા માટે ઘણું બધું છે. સ્થાનો અને ભોજનની ઓફર કરવા માટે શહેરમાં ઘણાં રસપ્રદ અનુભવો છે. ઘણા બધા ઓપ્શન છે કે કોઈપણ કન્ફ્યુઝ થઈ જશે.” તેણે કહ્યું “મને યાદ છે કે જ્યારે અમે દિલ્હીમાં ‘બધાઈ હો’નું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે મારી માતા બધા માટે ભોજન બનાવીને સેટ પર મોકલતી હતી.”

આ પણ વાંચો

વિકી કૌશલની સેમ બહાદુરમાં જોવા મળશે સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાએ દંગલ, બધાઈ હો, પટાખા, શકુંતલા દેવી, લુડો, પગલેટ, લવ હોસ્ટેલ અને મીનાક્ષી સુંદરેશ્વર જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે. તે હવે ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે હિટઃ ધ ફર્સ્ટ કેસમાં જોવા મળશે. આ સિવાય સાન્યા ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ સેમ બહાદુરમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં છે.