પ્રભાસની ‘સાલર’ દુનિયાભરમાં છવાઈ ગઈ, 500 કરોડના ક્લબમાં પહોંચશે ફિલ્મ

પ્રભાસની સલાર બોક્સ ઓફિસની કમાણીનો આંકડો સતત તોડી રહી છે. ફિલ્મનો વર્લ્ડવાઈડ બિઝનેસ 6 દિવસમાં 450 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. હવે ટૂંક સમયમાં પ્રભાસનો આ એક્શન ડ્રામા 500 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

પ્રભાસની સાલર દુનિયાભરમાં છવાઈ ગઈ, 500 કરોડના ક્લબમાં પહોંચશે ફિલ્મ
| Updated on: Dec 28, 2023 | 10:21 AM

Sacnilkના તાજા રિપોર્ટ પ્રમાણે રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર કબ્જો કરનારી સલારે પાંચમા દિવસે 24.90 કરોડ રુપિયાનું કલેક્શન કરી લીધું છે. હવે છઠ્ઠા દિવેસ સાલારે 17 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ભારતમાં ફિલ્મે અત્યારસુધી 297.40 કરોડ રુપિયાની કમાણી કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, સાલારે પહેલા દિવસે 90.7 કરોડ રુપિયાની જબરદસ્ત કમાણીના આંકડા સાથે ખાતું ખોલ્યું છે,

 

 

વર્લ્ડવાઈડમાં છવાય સાલાર

વર્લ્ડવાઈડ પણ ફિલ્મ સિનેમાઘરોમાં છવાઈ છે. વીકએન્ડ પર સાલારનો કારોબાર સારો થયો છે. 6 દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ 490.23 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે ટૂંક સમયમાં પ્રભાસનો આ એક્શન ડ્રામા 500 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

 

ખાસ વાત એ છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ સાથે ટક્કર કરી રહેલી સલારને લોકો તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે.

 

 

6 દિવસમાં 500 કરોડને નજીક

પાંચમા દિવસમાં જ્યાં સાલારે 92 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું હતુ. તો ભારતમાં ફિલ્મનો ગ્રૉસ ક્લેક્શન 330.90 કરોડ રુપિયા થઈ ચૂક્યું છે. 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરમાં આ ફિલ્મે કુલ મેળવી અનેક મોટી ફિલ્મોને ટક્કર આપી રહી છે.

આ પણ વાંચો : 14 વર્ષ પછી પતિથી અલગ થઈ ઈશા કોપીકર, 9 વર્ષની છે દીકરી, કહ્યું: મારે કહેવા માટે કંઈ નથી…

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો